Home » Gujarat » જેતપુરમાં પાકવીમાં પ્રશ્ને ખેડૂતોની અર્ધનગ્ન હાલતમાં રેલી

News timeline

Gandhinagar
1 day ago

ભાજપના નેતાઓ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જવા રાજી નથી

Business
1 day ago

ફ્લિપકાર્ટના CEO, ચેરમેન પદેથી બિન્ની બંસલનું રાજીનામું

Ahmedabad
1 day ago

છારાનગર પોલીસ દમન કેસમાં JCP, DCP અને PI વિરુધ્ધ વોરંટ

Business
1 day ago

PSBsમાંથી નોમિની દૂર કરવા RBI માંગણી કરશે

Breaking News
1 day ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Beauty
1 day ago

ચહેરા પર બ્લીચ કરતી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબતો

Breaking News
1 day ago

ટ્રમ્પની ટ્વિટથી ક્રૂડ તૂટીને 9 મહિનાના તળિયે

Business
1 day ago

USમાં કેસના કારણે સન ફાર્માને 219 કરોડની ખોટ

Breaking News
1 day ago

ઈ-કોમર્સ કંપનીઓએ ભારે વ્યાજ સાથે ચૂકવવી પડશે પેનલ્ટી

Ahmedabad
1 day ago

એલિસબ્રિજના યુવકે રિવોલ્વર બતાવી કહ્યું સબંધ નહી રાખે તો મારી નાખીશ

Delhi
1 day ago

1 વર્ષમાં ડિજિટલ પેમેન્ટમાં 100 ટકાનો વધારો

Top News
2 days ago

કેલિફોર્નિયાની વિનાશક આગનો મૃત્યુઆંક વધીને 42ને પાર: અનેક લોકો લાપતા

જેતપુરમાં પાકવીમાં પ્રશ્ને ખેડૂતોની અર્ધનગ્ન હાલતમાં રેલી

– ૧૦ ગામોના ખેડૂતોનો મંજુર પાકવીમો ચૂકવાતો નથી

– ૧૫ દિવસમાં નહીં ચૂકવાય તો છેડાશે ઉગ્ર આંદોલન

જેતપુર- દસ  ગામોનાં ખેડૂતોનો વર્ષ ૧૬-૧૭ નો પાક વીમો શહેરની એસબીઆઈ બેન્કમાં મંજૂર થઈ ગયો હોવા છતાં હજુ સુધી ન ચુકવાતા ખેડુતો દ્વારા આજે અર્ધ નગ્ન અવસ્થામાં એક રેલી યોજી પાક વીમો ચૂકવવાના સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન આપી પંદર દિવસમાં વીમો ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

વર્ષ ૨૦૧૬-૧૭માં ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ થતાં ખેડૂતોના અનેક આંદોલનો બાદ સરકાર દ્વારા પાક વીમો આપવાની જાહેરાત કરી જેનાથી ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો હતો. જેમાં સરકારે વિવિધ બેન્કોમાં પાક વીમાની રકમ જમા કરાવતા ખેડૂતોએ બેન્કમાંથી પાક વીમો ઉપાડીને પોતે કરેલ દેવું ચૂકતે કર્યું હતું. પરંતુ જેતપુર તાલુકાના દેરડી, મોણપર અને ખારચીયા સહિતના દસ જેટલા ગામોના ખેડૂતો સિવાયના તાલુકાના તમામ ગામોના ખેડૂતોને પાક વીમો મળી ગયો હતો.

પરંતુ આ દશ ગામોના ૨૦૦ જેટલા ખેડૂતનો ખાતા જેતપુર શહેરની એસબીઆઈ બેંકમાં હોય જેથી બેન્ક અને એગ્રીકલ્ચર ઓફ ઈન્સ્યોરન્સના અણઘડ વહીવટને કારણે ખેડૂત સમાજ સંસ્થા દ્વારા ખેડૂતોને સાથે રાખી ચાર મહિના પૂર્વે મામલતદાર અને બેન્ક બંનેને આવેદનપત્ર આપ્યું. તેમ છતાં આજ સુધી ખેડૂતોને પાસ થઈ ગયેલ વિમાનો એક રૃપિયો પણ મળ્યો ન  હોવાથી આજે આ દસ ગામોના ખેડૂતો ખેડૂત સમાજ, સંસ્થાની આગેવાનીમાં અર્ધનગ્ન અવસ્થામાં પ્રથમ મામલતદારને ત્યાર  બાદ બેન્ક મેનેજરને આવેદનપત્ર આપી દસ – દસ મહિનાથી પાસ થઈ ગયેલ ખેડૂતોનો વીમો કંપની અને બેન્ક બંને વાપરતી હોય ખેડૂતોને તાત્કાલીક ધોરણે દસ મહિનાના વ્યાજ સહિત વીમો પંદર દિવસમાં ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન ચલાવાની ચીમકી આપી હતી.