Home » Gujarat » પિતાના કિશોરી સાથે આડા સંબંધનાં કારણે બાળકીની હત્યા કરાઈ

News timeline

Gujarat
3 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
51 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

પિતાના કિશોરી સાથે આડા સંબંધનાં કારણે બાળકીની હત્યા કરાઈ

– ગોંડલ પાસે બોટમાં ફસાયેલી બાળાની હત્યાનો ઘટસ્ફોટ

ગોંડલ- ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બિલીયાળા ગામના પાટિયા પાસે આવેલા જિનિંગ મિલમાં ચાર દિવસ પહેલા બાબ ુલાલસિંગ ઈન્દ્રસિંગ આદિવાસીની ત્રણ વર્ષની પુત્રી વર્ષા ગુમ થયા બાદ તેનો મૃતદેહ બોરમાંથી મળી આવ્યો હતો. જે અંગે પોલીસને પહેલેથી હત્યાની શંકા ઉદભવી હતી.

૨૦ કલાકની જહેમત બાદ નગરપાલિકા ફાયર ફાઈટર ટીમ, પોલીસ સ્ટાફે બાળાનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે રાજકોટ ખાતે ખસેડયો હતો. ઘટના બાદ સી.પી.આઈ. વી.આર. વાણીયા તેમજ  પી.એસ.આઈ. મીઠાપરાને આ ઘટનામાં પહેલેથી જ હત્યાની શંકા હોય તપાસનો ધમધમાટ શરૃ કરી માધવ પ્રતાપસિંહ ચૌહાણ ઉ.વ.૨૫ રહે આંબવા, મધ્યપ્રદેશ ની અટક કરી આગવી ઢબે પૂછપરછ કરતા તેણે માસુમ  બાળાની હત્યા કરી તેના મૃતદેહને બોરમાં નાખી દીધો હોવાની કબૂલાત કરી હતી.

આરોપીએ જણાવ્યું કે, હત્યાની સાંજે બાબુલાલસિંગ ને તેની પત્ની સુમિત્રા સાથે ઝઘડો થતા તે રિસાઈને જલારામ કોટન મીલમાં રહેતી તેની બહેનને ત્યાં ચાલી ગઈ હતી.  બાદમાં પોતે બાબુલાલને સમજાવવા જતાં તેની સાથે પણ ઝઘડો કરવા લાગ્યો હતો. અને કહેવા લાગ્યો કે મારી પત્ની ભલે ચાલી ગઈ મારે તારી પુત્રી સાથે સંબંધ છે. મારે તેને ઘરમાં બેસાડવી છે, તેવું કહેતા માધવ રોષે  ભરાયો હતો અને તે હાલતમાં જ તે તેની ઓરડીએ પરત ફર્યો હતો. જયાં ત્રણ વર્ષની માસૂમ  બાળા વર્ષા રમી રહેલ હોય તેને એક ઝાપટ મારતા તે પડી ગઈ હતી અને માથે તેને એક લાકડાનો ધોકો મારતા તે મૃત્યું પામી હતી.