Home » Gujarat » સત્તા માટે પક્ષ પલ્ટો કરનાર ૧૧ સભ્યો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

News timeline

Canada
2 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
10 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
12 hours ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
14 hours ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
16 hours ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
18 hours ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
18 hours ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
19 hours ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
20 hours ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
21 hours ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
21 hours ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
22 hours ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સત્તા માટે પક્ષ પલ્ટો કરનાર ૧૧ સભ્યો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

– તમામને સભ્યપદેથી પણ દૂર કરવા વિકાસ કમિશનરમાં માંગવામાં આવી દાદ

જૂનાગઢ- સતા માટે વ્હીપનો અનાદર કરનાર ૧૧ સભ્યોને કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. તેમજ તેમનું સભ્યપદ રદ કરવા અંગે પણ વિકાસ કમિશનરમાં દાદ માંગવામાં આવી છે. માળીયા હાટીના અને કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા ગત તા. ૨૦ જૂનના નવા પ્રમુખ- ઉપપ્રમુખની વરણી માટે સામાન્ય સભા મળી હતી.

જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ રિબડીયાએ બંને તા.પં.ના સભ્યોને વ્હીપ બજાવ્યા હતા. પરંતુ માલીયા હાટીના તા.પં.ના છ અને કેશોદ તા.પં.ના પાંચ સભ્યોએ વ્હીપ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો અને કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયા હોવા છતાં સતા લાલસા માટે ભાજપના પ્રમુખ- ઉપપ્રમુખના સમર્થનમાં મતદાન કર્યું હતું. આ બાબતે કાર્યાલય મંત્રી વી.ટી. સીડાએ પ્રદેશ સમિતીને અહેવાલ મોકલ્યો હતો.

બાદમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીએ માળીયા હાટીના તા.પં.ના સભ્ય હિરાબેન વાછાણી, ભાવનાબેન સિસોદીયા, આશિષભાઈ લાડાણી, માનસિંહ લાખાણી, સમજુભાઈ રાજાણી અને રમેશભાઈ મેર તથા કેશોદ તા.પં.ના જીજ્ઞાાસાબેન વાળા, ભરતભાઈ ખાંભલા, મંજુલાબેન કમાણી, પ્રભુદાસ હદવાણી અને ખીમાણંદભાઈ ધુસરને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.

આ સભ્યોને સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરવા વિકાસ કમિશનર ગાંધીનગરમાં દાદ માંગવામાં આવી છે. સતા માટે પક્ષ પલ્ટો કરનાર સભ્યોની બહુમતીના જોરે ભાજપે સતા મેળવી લીધી હતી. પરંતુ આવી તા.પં.ના પ્રમુખ- ઉપપ્રમુખ રૃા. ૫૦૦થી વધુ ખર્ચ કરવાની સતા કે નવા નિર્ણય લેવાની સતા ન રહે તે માટે પણ કાર્યવાહી કરાશે તેમ કોંગ્રેસના મહામંત્રીએ જણાવ્યું હતું.