Home » Breaking News » સરકારની નિષ્ફળતાનાં વિરોધમાં ઉપલેટામાં ચક્કાજામ

News timeline

Gujarat
1 min ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
50 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

સરકારની નિષ્ફળતાનાં વિરોધમાં ઉપલેટામાં ચક્કાજામ

– સી.પી.એમ.નાં કાર્યકરો દ્વારા રોષભેર સુત્રોચ્ચાર

– સરકારને મરાયા શાબ્દિક ચાબખા

ઉપલેટા- ભાજપ સરકારની વહિવટી નિષ્ફળતાનાં વિરોધમાં આજે ઉપલેટામાં સામ્યવાદી- માર્કસવાદી પક્ષ દ્વારા રોષભેર રેલી કાઢીને સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા ૪૮ કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

ભારતીય સામ્યવાદી પક્ષની ગુજરાત રાજ્ય સમિતિ દ્વારા તા. ૧લીથી તા. ૧૦મી જુલાઈ સુધી ભાજપ સરકારની વહિવટી નિષ્ફળતા વિરૃદ્ધ આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં ભાગરૃપે મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોનાં વિવિધ અણઉકેલ પ્રશ્ને ઉપલેટામાં આજે આંબેડકર ચોકમાં સીપીએમનાં કાર્યકરો ઉપરાંત મોંઘવારી- બેરોજગારી પીડિતો તથા ખેડૂતોએ ડો. આંબેડકર ચોકમાં ઉમટી પડીને રસ્તા ઉપર બસી જઈ ભાજપ સરકારની નીતિ-રીતિ વિરૃદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

બાદમાં મોંઘવારી પર રોક લગાવો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપો જેવા સુત્રોચ્ચાર સાથે બસ સ્ટેન્ડ ચોકમાં પણ ચક્કાજામ સર્જી દેતાં પોલીસ ટીમ ધસી આવી હતી અને સીપીએમનાં કાર્યકરો સહિત ૪૮ લોકોની અટકાયત કરીને વાહન વ્યવહાર પુર્વવત કરાયો હતો. આ આંદોલન સમયે સીપીએમ અને કિસાનસભાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકાર વિરૃદ્ધ આગામી દિવસોમાં પણ વધુ ઉગ્ર આંદોલન છેડવાની ચેતવણી આપવામાં આવી હતી.