Home » Gujarat » Bhuj » આફ્રિકન મહિલાને ૧૮૧ની ટીમે સાસરિયાના ત્રાસમાંથી છોડાવી

News timeline

Delhi
29 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
31 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
39 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
43 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
46 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
47 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
49 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
50 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

આફ્રિકન મહિલાને ૧૮૧ની ટીમે સાસરિયાના ત્રાસમાંથી છોડાવી

પોરબંદર- પોરબંદર ૧૮૧ની ટીમે આફ્રિકન મહિલાને સાસરીયાના ત્રાસમાંથી છોડાવી છે અને જામનગર નારી સંરક્ષણ ગૃહમાં અને ત્યાંથી દિલ્હી એમ્બેસી મારફતે વતન મોકલવાની વ્યવસ્થા કરી અપાઈ છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આફ્રિકા જોબ માટે ગયેલ પોરબંદર પંથકના યુવાન સાથે આજથી ૧૦ વર્ષ અગાઉ આફ્રિકા મોઝામ્બીકની મહિલા વીડ સાથે લગ્ન કર્યા બાદ હાલ તેમને ૭ વર્ષનો એક છોકરો છે. વીડના આ બીજા લગ્ન હતા. પહેલા મેરેજ કર્યા હતા તેમાં ૧૨ વર્ષની છોકરી પણ છે.

બીજા લગ્ન બાદ વીડના સાસુ-સસરા પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં એકલા રહેતા હોવાથી દોઢ વર્ષ અગાઉ અહીં શિફ્ટ થયા હતા. પરંતુ વીડને અહીં સાસરીયા પક્ષ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા તે અંગે તેમણે તેના આફ્રિકન માતા-પિતાને જાણ કરી હતી અને તેઓએ દિલ્હી એમ્બસીમાં જાણ કરીને એ લોકોને અહીંથી પાછા આફ્રિકા લઈ જવાની વાત કરી હતી. વીડ મોઝામ્બીકની રહેવાસી હોય હિન્દી અથવા અંગ્રેજી ભાષા સમજતા ન હતા. એની સાથે નાની છોકરી હતી તે થોડું ઘણું હિન્દી સમજતી હતી.

વીડના પતિએ વિઝા માટેના પૈસા ન હોવાથી આફ્રિકા પરત જવા માટે વીડને બે-ત્રણ મહિનાની રાહ જોવા જણાવ્યું હતું. પરંતુ વીડનો પતિ એવો આ પોરબંદર પંથકનો યુવાન તેની સાથે મારકૂટ કરતો હોય, સસરા પણ દારૃ પીને બુમો પાડતા તેમજ આખો દિવસ કામ કરાવતો હતો. આથી આ અંગે મહિલા હેલ્પલાઈન સેવા ૧૮૧ અભયમની મદદ લેવામાં આવી હતી અને ૧૮૧ની ટીમે વીડને જામનગર નારી સંરક્ષણ ગૃહમાં સોંપવામાં આવેલ અને ત્યાં દિલ્હી એમ્બેસીમાંથી બે મેડમ તેમને લેવા માટે ખાસ આવ્યા હતા અને વીડને પોતાના વતનમાં તેના પરિવાર સુધી પહોંચાડવામાં આવી હતી.