Home » Gujarat » Bhuj » કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

ભુજ: કચ્છના બંદરીય મુંદરાના ભદ્રેશ્ર્વરમાં લગ્નપ્રસંગેથી પરત ફરી રહેલાં પરિવાર સાથે વાહન ઓવરટેક કરવા મુદ્દે થયેલી બોલાચાલીની અદાવત રાખીને માતા-પિતા અને પુત્ર પર છરી તેમજ પંચ વડે ઘાતક હુમલો થતાં ગંભીર ઈજાઓથી યુવાન પુત્રનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. હત્યા અને હુમલાનો બનાવ મોડી સાંજે બન્યો હતો.

ભદ્રેશ્ર્વરમાં રહેતાં આમદ સિધિક માણેક (ઉ.વ.૫૪) તેમના પત્ની શકીલા (ઉ.વ.૪૯) અને ૨૩ વર્ષિય પુત્ર સીદીક સાથે અંજારના સંઘડ ગામે લગ્નપ્રસંગેથી કારમાં પરત ફરતાં હતા ત્યારે રસ્તામાં તેમણે જાકબ ઉમર કેવર અને શબ્બીર મુસા માણેકની કારને ઓવરટેક કરતાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલીનું મનદુ:ખ રાખી જાકબ ઉમર કેવર, શબ્બીર મુસા માણેક, ઉમર જાકબ કેવર અને રોમતબાઈ ઉમર કેવર વગેરેએ છરી, લાકડીઓ,પંચ વડે આમદના ઘરે જઈ ઘાતક હુમલો કર્યો હતો. હુમલામાં જાકબ અને શબ્બીરે છરીના ઉપરાછાપરી ઘા મારી સીદીકની હત્યા કરી નાખી હતી. તો, ઉમર જાકબ કેવરે આમદ સિધિક માણેકના ડાબા પડખે છરી મારી દેતાં તે ગંભીર રીતે ઘાયલ થયાં હતા. તેમના પત્ની શકીલાને પણ નાની-મોટી ઈજા થઈ હતી. હત્યાના બનાવ અંગે મુંદરા મરીન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.