Home » Gujarat » Bhuj » ભાનુશાળી સામેની ફરિયાદ રદ થાય તો વાંધો નથી : પીડિતા

News timeline

Delhi
5 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
7 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
19 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
22 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
24 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
25 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
27 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

ભાનુશાળી સામેની ફરિયાદ રદ થાય તો વાંધો નથી : પીડિતા

ભાનુશાળીએ છબીલ પટેલ સાથે સમાધાન કર્યું હોવાની ચર્ચા

અબડાસા -જયંતિ ભાનુશાળી વિરૃદ્ધ સુરતમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદની પીડિતાએ આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગંદનામા દ્વારા અને મૌખિક રીતે રજૂઆત કરી હતી કે જયંતિ ભાનુશાળી વિરૃદ્ધ તેણે નોંધાવેલી ફરિયાદ રદ થાય તો તેને કોઈ વાંધો નથી, જો કે હાઈકોર્ટે પીડિતાને હજુ વિચારવાનો સમય આપ્યો છે.

જયંતિ ભાનુશાળી અને અબડાસા (કચ્છ)ના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા છબીલ પટેલ વચ્ચેની રાજકીય લડાઈના હવે સમાધાન તરફ જઈ રહી છે. જેથી તેના વિરૃદ્ધ નોંધાયેલી ફરિયાદ પરત ખેંચાઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે જયંતિ ભાનુશાળીએ રાજકીય સંન્યાસ લેવાની શરતે અને અબડાસાના કોઈ પ્રકરણમાં દખલગીરી નહીં કરવાની શરતે સમાધાન કર્યું છે.

બદલામાં તેના વિરૃદ્ધની ફરિયાદો પરત ખેંચવામાં આવશે. જેથી જયંતિ ભાનુશાળી ભૂગર્ભમાંથી હવે બહાર આવે તેવી શક્યતા છે. જો કે છબીલ પટેલ આ પ્રકરણથી દૂર હોવાની વાત ઉચ્ચારી રહ્યા છે તેમજ રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહેલી તમામ વાતોને નકારી રહ્યા છે. ૧૧મી એપ્રિલે જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ નરોડા પોલીસ સ્ટેશનમાં નખત્રાણા(ક્ચ્છ)ની મનીષા ગોસ્વામી નામની મહિલા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સુનિલ ભાનુશાળીનો આક્ષેપ હતો કે મનીષાએ તેને કેફી પીણું પીવડાવી તેની કઢંગી અવસ્થાની વીડિયો ક્લિપ ઉતારી છે અને તેના આધારે દુષ્કર્મના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રહી છે. મનીષાએ ખંડણીરૃપે ૧૦ કરોડ રૃપિયા માગ્યા હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં થયો છે.

આ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી મનીષાને ૧૦મી જૂનથી સાબરમતી સેન્ટ્રલ ધકેલી દીધી છે. ત્યારબાદ મનીષાએ વિવિધ આક્ષેપો કરતા મામલો ચર્ચામાં આવ્યો હતો.