Home » Gujarat » Bhuj » પર્યાવરણને નુકસાન બદલ ‘વર્લ્ડ બેન્ક’ સામે પણ કેસ ચાલવો જોઈએ: અમેરિકા

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
6 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

પર્યાવરણને નુકસાન બદલ ‘વર્લ્ડ બેન્ક’ સામે પણ કેસ ચાલવો જોઈએ: અમેરિકા

– વર્લ્ડ બેન્કની પેટા સંસ્થા ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશનનો કોર્ટ અમેરિકી સુપ્રીમ કોર્ટમાં છે

અમેરિકી સરકારે આ અંગે આજે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતુ. ગુજરાતના કોઈ વિસ્તારના પર્યાવરણને નુકસાન બદલ અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી કેસ પહોંચ્યો હોય એવો આ સંભવત: પહેલો કિસ્સો છે. પર્યાવરણ સંરક્ષણ માટે મહત્ત્વનો બનેલો આખો કિસ્સો સમજવા જેવો છે. આઈસીએફએ ‘તાતા ગૂ્રપ’ની પેટા કંપની ‘કોસ્ટલ ગુજરાત પાવર પ્લાન્ટ લિમિટેડ’ના મુન્દ્રા ખાતેના પ્લાન્ટ માટે ૨૦૦૮માં ૪૫ કરોડ ડૉલરની લોન મંજૂર કરી હતી.

એ પછી પ્લાન્ટ શરૃ થયો હતો. લોન આપ્યા પછી વર્લ્ડ બેન્કના નિયમ પ્રમાણે ‘કોમ્પ્લિએન્સ એડવાઈઝર ઓમ્બડ્ઝમેન (સીએઓ)’ દ્વારા ઓડિટ થયું હતુ. એ ઓડિટમાં જણાયુ હતુ કે કોસ્ટટલ પાવરે પર્યાવરણિય કાયદાનો ભંગ કર્યો છે અને કરી રહી છે. એટલે કોસ્ટલ પાવર વિરૃદ્ધ તો કાર્યવાહી થાય જ પરંતુ તેને લોન આપનારી સંસ્થા આઈસીએફ વિરૃદ્ધ પણ કાર્યવાહી થાય. આઈસીએફ વિરૃદ્ધ થાય એટલે એ વર્લ્ડ બેન્ક સામે કાર્યવાહી થયેલી ગણાય. વિશ્વ બેન્કને કચ્છના દરિયાકાંઠે કેટલાક કિલોમીટરનો વિસ્તાર પ્રદૂષિત કરવા બદલ કોર્ટમાં હાજર થવું પડે એવો આ રેર કિસ્સો જોવા મળી રહ્યો છે.

ઓડિટ રિપોર્ટ પ્રમાણે પ્લાન્ટની સ્થાપના પછી પર્યાવરણનું સંરક્ષણ થવુ જોઈએ એ મુજબ થયુું નથી. પાવર પ્લાન્ટે અહીં પાણી દરિયામાં ભળતા પહેલા ઠંડુ થાય એવી સિસ્ટમ ગોઠવવાની હતી. પરંતુ એ સિસ્ટમ ગોઠવાઈ ન હતી. પ્લાન્ટનું પાણી સીધું જ દરિયામાં જવાથી સમુદ્રી પાણીનું તાપમાન વધ્યુ હતુ. તેના કારણે અહીં અનેક માછલીના મોત થયા હતા, જ્યારે બીજી માછલીઓ એ વિસ્તારથી દૂર જતી રહી હતી. જે માછલી એ વિસ્તારમાં રહી તેમની પ્રજનનક્ષમતા પણ ઘટી ગઈ હતી.

પ્લાન્ટના આગમન પછી ૬ ગામના સેંકડો માછીમારોની રોજગારી છિનવાઈ ગઈ છે. વધુમાં પ્લાન્ટના બાંધકામથી દરિયાકાંઠે ઉગેલા મેન્ગ્રોવ્સ અને કુદરતી રીતે રચાતા રેતીના ઢૂવા નષ્ટ થયા છે.  હતો. માટે અમેરિકી સરકારે ‘એમિક્સ ક્યુરી (કોર્ટ મિત્ર)’ની સલાહ લીધી હતી. એમની એવી સલાહ હતી કે કેસ ચાલવો જ જોઈએ. અમેરિકાની ન્યાય પ્રણાલી પર લોકોનો અને આવા કિસ્સામાં વિશ્વના અન્ય દેશોનો વિશ્વાસ તો જ ટકી રહેશે. માટે અમેરિકી સરકારે આ કેસ ચાલવા દેવો જોઈએ એવું પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.