Home » Breaking News » બીટકોઇનમાં રોકાણકારોને નવડાવી પ્રમોટરોએ ખરીદેલી જમીનો ટાંચમાં લેવાશે

News timeline

Delhi
18 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

બીટકોઇનમાં રોકાણકારોને નવડાવી પ્રમોટરોએ ખરીદેલી જમીનો ટાંચમાં લેવાશે

સુરત- બીટકનેક્ટ કંપનીએ તેની જુદી-જુદી ક્રિપ્ટો કરન્સી બીટકોઇન, બીટકનેક્ટ, લાઇટ કોઇન, બીટકનેક્ટ એક્સમાં હજારો લોકો પાસે ઉંચા વળતરની લાલચે રોકાણ કરાવી બાદમાં તમામ કોઇનની કિંમત નીચે લાવી કરોડો રૃપિયાની છેતરપીંડી કરી હતી.

આ સંદર્ભે થોડા દિવસો અગાઉ અશ્વિનભાઇ વાલજીભાઇ લીમ્બાચીયા (રહે.૨૫૬, શાંતિનગર-૨,સરથાણા જકાનાકા પાસે, સુરત) એ સીઆઇડી ક્રાઇમ સુરત ઝોનમાં બીટકોઇનના માલિક, ડીરેકટર અને પ્રમોટર સતિષ કુંભાણી, દિવ્યેશ દરજી, સુરેશ ગોરસીયા અને ધવલ માવાણી વિરુધ્ધ રોકાણકારો સાથે રૃા.૧,૧૪,૩૭,૩૦૦ની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.

પી.આઇ પી.જી.નરવાડેએ રોકાણકારો તેમજ કંપનીમાં કામ કરતા કર્મચારીઓના નિવેદન લેતા રોકાણકારોની સંખ્યા અનેં ઠગાઇના આંકડો ઘણો મોટો હોવાનું બહાર આવ્યં હતું. પોતાની ઓફિસ બંધ કરી વિદેશ ભાગી છુટેલા બીટકોઇનના માલિક, ડીરેકટર અને પ્રમોટરો પૈકી સુરેશ ગોરસીયા અને ધવલ માવાણીએ પોતાના નામે તેમજ સગા સંબંધીઓના નામે બીટકનેક્ટ કંપનીમાં રોકાણકારોએ રોકેલી રકમમાંથી જમીન ખરીદી હોવાનું બહાર આવ્યું હતું.