Home » Breaking News » સુરત- મોબાઇલ ટાવર ઉપર યુવાન ચઢી જતાં પોલીસ કમિશ્નરને આવવું પડયું

News timeline

Delhi
17 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

સુરત- મોબાઇલ ટાવર ઉપર યુવાન ચઢી જતાં પોલીસ કમિશ્નરને આવવું પડયું

સુરત – અઠવાલાઇન્સ ખાતે ચોપાટી નજીક આવેલા મોબાઇલના ટાવર  ઉપર તે ચઢી ગયા હતા. તેને ટાવર પર ચઢેલો જોઇને ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને લોકો એકત્ર થઇ ગયા હતા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં પોલીસ જવાનો પણ આવી ગયા હતા. ફાયર જવાનો તેને ઉપરથી નીચે ઉતારવાની કોશિષ કરતા હતા  પણ તેણે કહ્યું કે, શહેર પોલીસ કમિશ્નર આવે તો જ નીચે આવીશ. પોલીસ કમિશ્નરને આ અંગે જાણકારી મળતાં તેઓ પણ ઘટનાસ્થળે આવી ગયા હતા.

બાદમાં ફાયર જવાનોએ લેડર મશીનનો ઉપયોગ કરી રેસ્ક્યુ કરીને તેને સહીસલામત નીચે ઉતાર્યો હતો. ફાયરબ્રિગેડે તેને નીચે ઉતાર્યા બાદ પોલીસ જવાનો ઉમરા  પોલીસ મથકમાં લઇ  ગયા હતા. મદને ઉમરા પોલીસને કહ્યુ ંકે, મકાન બાંધકામના મુદ્દે કહેવાતા એક પત્રકારે પૈસા લીધા હતા. તે અંગે સચીન પોલીસ મથકમાં અરજી કરી હતી પણ પોલીસે કાર્યવાહી નહીં કરતાં તેે ટાવર પર ચઢી ગયો હતો.

ઉમરા પોલીસે તેની વિરૃદ્ધમાં અટકાયતી પગલા ભર્યા હતા. જ્યારે સચીન પોલીસ સૂત્રોએ કહ્યું કે, મદને સચીન વિસ્તારમાં મકાન બાંધકામ માટે કોન્ટ્રાકટરને પૈસા આપ્યા હતા પણ કોન્ટ્રાકટરે અધવચ્ચે મકાનનું કામ બંધ કરી દીધું હતું. આ  મુદ્દે થયેલી રકઝક બાદ  મદને કોન્ટ્રાકટર વિરૃદ્ધ સચીન પોલીસ મથકમાં અરજી કરી હતી. જેથી પોલીસે બંનેને બલાવી સમજાવ્યા હતા. કોન્ટ્રાકટરે ચોમાસા પછી કામ ચાલુ કરવા કહ્યું હતું પણ તેને ઉતાવળ હતી.