Home » Gujarat » Gandhinagar » કેસ ઢીલો પાડવા મારું અને રાદડિયાનું નામ લેવાયું: ફળદુ

News timeline

Ahmedabad
10 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
60 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

કેસ ઢીલો પાડવા મારું અને રાદડિયાનું નામ લેવાયું: ફળદુ

કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસના નેતા સંડોવાયા હશે તેને છોડવામાં નહીં આવે

મગફળી કૌભાંડમાં સંડોવાયેલા કોઈપણ નેતા કે આગેવાનોને છોડવામાં નહીં આવે. પછી તે નેતા ભાજપનો હોય કે કોંગ્રેસનો. કાયદો કાયદાનું કામ કરશે. ગઈકાલે સોશ્યિલ મીડિયામાં વાયરલ થયેલી ત્રણ ઓડીયો ક્લિપીંગ અંગે કૃષિમંત્રીએ જણાવ્યું કે મારું અને જયેશ રાદડીયાના નામનો ઉલ્લેખ કરીને કૌભાંડમાં ફસાયેલા લોકો આ કેસને ઢીલો પાડવા માગે છે.

પોતે બચવા માટે તમામ મહેનત કરી રહ્યા છે. પરંતુ સરકારે પોલીસ તંત્રને મગફળી કાંડમાં સંડોવાયેલી તમામ વ્યક્તિઓની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. તેઓએ ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી કે સરકારના એક મંત્રી આરોપીને છાવરતા નથી. ખરેખર કેન્દ્ર સરકારે સારા ઉદ્દેશ્યથી નાફેડને ટેકાના ભાવથી મગફળીની ખરીદીનું કામ સોંપ્યું હતું.

આટલુ કૌભાંડ બહાર આવ્યું છતાં નાફેડ સામે આવતું નથી. જિલ્લા કલેક્ટર દ્વારા પણ અવારનવાર રજૂઆત કરી હોવા છતાં નાફેડ ફરીયાદ કરવા આગળ આવતું નથી. કૃષિમંત્રીએ વધુમાં કહ્યું કે, બે દિવસ પહેલાં જ અમે કેન્દ્રીય રાજ્ય કૃષિમંત્રી પુરષોત્તમ રૃપાલાનું ધ્યાન દોર્યું છે.

નાફેડના સંદર્ભમાં કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે. મીડિયા દ્વારા પૂછાયેલા કેટલાક પ્રશ્નોના જવાબમાં કૃષિમંત્રીએ જણાવ્યું કે, ભાજપના કાર્યકરે ભુલ કરી હશે તો તેને પણ માફ કરાશે નહીં. રાજકોટમાં ડીએસપી બરોબર તપાસ કરી રહ્યા છે. તપાસ યોગ્ય દિશામાં જઈ રહી છે. ધાનાણીના આક્ષેપ અંગે કહ્યું કે અમે લોકોની આંખોમાં આંખો મિલાવીને પ્રમાણિકતાથી કામ કરીએ છીએ. પ્રજાના પૈસામાંથી કૌભાંડ કરવાના સંસ્કાર અમારામાં નથી.