Home » Gujarat » નિરવ મોદીને ભાગેડુ જાહેર કરવા સુરત કસ્ટમ વિભાગની કોર્ટમાં ધા

News timeline

Ahmedabad
12 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
1 hour ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
5 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

નિરવ મોદીને ભાગેડુ જાહેર કરવા સુરત કસ્ટમ વિભાગની કોર્ટમાં ધા

સુરત :  પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં વિદેશ ફરાર થયેલા નિરવ મોદીના સુરતના સચીન સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનના ત્રણ ડાયમંડ યુનિટોમાં ડાયમંડ ઓવર વેલ્યુએશન કેસમાં આજે સુરત કસ્ટમ વિભાગે આરોપીને ભાગેડુ જાહેર કરવા સુરતની સીજીએમ કોર્ટમાં અરજી કરી છે. પંજાબ નેશનલ બેંકના કરોડો રૃપિયાના લોન કૌભાંડ આચરી વિદેશમાં ફરાર થઈ ગયેલા નિરવ મોદીના સુરતના સચીન એસઈઝેડના ત્રણ ડાયમંડ યુનિટો પર ઈડીની ટીમે દરોડા પાડયા હતા.જે દરમિયાન એસઈઝેડ યુનિટોમાં વિદેશથી આયાતી ડાયમંડના ઓવર વેલ્યુએશન કરીને કરોડો રૃપિયાના ગોલ્ડજ્વેલરીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

નિરવ મોદીના સચીન એસઈઝેડ સ્થિત ડાયમંડ યુનિટો મે.ફાયર સ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રા.લિ.મે.ફાયર સ્ટાર ઈન્ટર નેશનલ પ્રા.લિ.મે.રાધાશ્રી જ્વેલરી કંપની વગેરે વિરુધ્ધ સુરત કસ્ટમ વિભાગે ગઈ તા.૬ માર્ચના રોજ કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.કરોડો રૃપિયાના ડાયમંડ ઓવર વેલ્યુએશન કેસમાં કોર્ટના સમન્સ છતાં નિરવ મોદી હાજર ન થતાં સીઆરપીસી-૭૦ મુજબનું ધરપકડ વોરંટ મેળવવામાં આવ્યું હતુ.

તેમ છતાં કસ્ટમ વિભાગના પ્રયત્નો બાદ પણ ૭૦ મુજબના વોરંટની બજવણી થવા પામી નથી. જેથી આજે કસ્ટમ વિભાગના ડેપ્યુટી કમિશ્નર આર.કે.ત્રિવેદીએ મુખ્ય સુરત જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા મારફતે આરોપી નિરવ મોદીને ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ ૮૨ મુજબ ભાગેડુ જાહેર કરવા સુરત ચીફ કોર્ટમાં અરજી કરી છે.જેથી આગામી દિવસોમાં નિરવ મોદીને ભાગેડુ જાહેર કરવા સંબંધી જાહેરનામુ પ્રસિધ્ધ કરવા કસ્ટમ વિભાગે તજવીજ હાથ ધરી છે.