Home » Gujarat » મહેસાણામાં મધ્યાહ્ન ભોજનના મશીનમાં કરોડોનું કૌભાંડ

News timeline

Ahmedabad
9 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
59 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

મહેસાણામાં મધ્યાહ્ન ભોજનના મશીનમાં કરોડોનું કૌભાંડ

મહેસાણા – મહેસાણા જિલ્લામાં ૧૦૪૯ મધ્યાહ્ન ભોજન કેન્દ્રો આવેલા છે જેમાંથી સરકારે બાળકોની વધારે સંખ્યા જ્યાં હોય તેવા ૧૪૩ કેન્દ્રોમાં અત્યાધુનિક રસોઈના મશીન ફાળવ્યા છે. કરોડો રૂપિયાના મશીનો ફાળવણી થયે ૧ વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં મશીનો ચલાવવાની સરકાર દ્વારા તાલીમ આપવામાં આવી નથી જેને કારણે કરોડો રૂપિયાના મશીનો મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં ધૂળ ખાઈ રહ્યા છે.

ગાંધીનગરમાં ‘મિડ ડે મીલ’ અને ‘સર્વ શિક્ષા અભિયાન’ વિભાગ દ્ધારા જ આ મશીનોની ફાળવણીથી માંડી તમામ વહીવટ બારોબાર કરવામાં આવ્યો છે. જેથી તાલીમાં બાબતે મહેસાણા જિલ્લાના અધિકારીઓ પાસે પણ આયોજનની કોઈ રૂપરેખા નથી. મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પર તપાસ કરતાં નામ ન આપવાની શરતે આચાર્યો જ જણાવી રહ્યા છે કે મશીનો ચલાવવા માટે કોઈપણ પ્રકારની તાલીમ નથી આપવામાં આવી જેથી મશીન ચલાવવા કેવી રીતે અને તેમાં ખોરાક રાંધવો કેવી રીતે તે જ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે.

મધ્યાહ્ન ભોજનના જે તે કેન્દ્રોની જવાબદારી છે તેવા અનેક શાળાના આચાર્યએ શરૂઆતના સમયમાં આ અંગે બંને વિભાગોમાં મૌખિક રજૂઆતો કરવા છતાં ૧ વર્ષથી કોઈ પરિણામ નથી આવ્યું પરિણામે કરોડોના મશીનો પણ ઠેરના ઠેર છે અને બાળકોને મળનાર પૌષ્ટિક આહાર પણ મશીનોની હાજરીની માફક કાગળ પર જ છે.