Home » Gujarat » Bhavnagar » ધોલેરા રોડ પર કાર-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બેના મોત

News timeline

Ahmedabad
9 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
59 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

ધોલેરા રોડ પર કાર-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બેના મોત

બહેનની નજર સામે નાના ભાઈનું મૃત્યુ

ભાવનગર- ભાવનગરના ભાલ પંથકના ગણેશગઢ ગામથી આગળ ખાડી નંબર-ર નજીક આજે શનિવારે સવારે ૧૦.૪પ કલાક સમય પહેલા અમદાવાદ તરફ જતી સ્વીફટ મોટરકાર નંબર જીજે ૪ સીઆર ૪૧૮૬ અને અમદાવાદ તરફથી આવતા ટ્રેલર ટાંકો નંબર આરજી ર૬ જીએ ૬૬૭૩ સામ સામે ધડાકાભેર અથડાયા હતાં.

આ અકસ્માતમાં મોટરકારના ચાલક બ્રાહ્મણ અક્ષય વલ્લભભાઈ બારૈયા (ઉ. ર૦ રહે. હાલ ભરતનગર, ભાવનગર. મુળ વતન, દેવગણા) અને રજનીકાંત ભાનુભાઈ ભટ્ટ (ઉ. રપ રહે. ધાતરવાળા, તા. તળાજા, જિ. ભાવનગર)ને ગંભીર ઈજા થતા બંનેના ઘટના સ્થળે મોત નિપજયા હતાં.

આ બનાવથી ગોહિલવાડમાં ભારે આઘાત સાથે અરેરાટી થઈ ગઈ હતી. બંને મૃતક યુવાનનુ પોસ્ટ મોર્ટમ વરતેજ સી.એચ.સી. ખાતે કરવામાં આવ્યુ હતું. આ બનાવમાં રજીનીબેન ભાનુભાઈ જાની (ઉ. ર૮ રહે. રબારીકા, તા. સિહોર, જિ. ભાવનગર), કિરણબેન વલ્લભભાઈ બારૈયા (ઉ. રર રહે. હાલ ભરતનગર, મુળ વતન, દેવગણા, જિ. ભાવનગર) અને હિરલબેન નરોત્તમભાઈ પંડયા (ઉ. ર૧, રહે. અગીયાળી, તા. સિહોર, જિ. ભાવનગર) વગેરેને ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક ફરાર થઈ ગયો હતો. મૃતક બંને યુવાન સહિત ઉપરોકત પાંચેય વ્યકિત મોટરકાર લઈને ભાવનગરથી અમદાવાદ સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા દેવા જતા હતા ત્યારે રસ્તામાં દુઃખદ ઘટના બની હતી.