Home » Gujarat » કડોદરામાં બાળકી સાથે દુષ્કર્મમાં ગેરેજ માલિકનો મેડીકલ ટેસ્ટ

News timeline

Ahmedabad
9 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
59 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

કડોદરામાં બાળકી સાથે દુષ્કર્મમાં ગેરેજ માલિકનો મેડીકલ ટેસ્ટ

– રાજેન્દ્ર શર્માને રવિવારે કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેંગાશે

બારડોલી- કડોદરામાં ધો-૫માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની બાળકીને ગેરેજ માલિકે ઓફિસમાં બોલાવી શરીરે અડપલા કરવાના ચકચારી બનાવમાં પોલીસે ગેરેજ માલિકની ધરપકડ કરી મેડીકલ ચેકઅપની કાર્યવાહી કરી છે. આવતીકાલે રવિવારે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મંગાશે.

કડોદરા ખાતે મદીના મસ્જીદ વિસ્તારમાં રાજેન્દ્ર પ્રસાદ ઉર્ફે રાજુ રામજીભાઈ શર્મા (ઉ.વ.૪૮, રહે-તુલસીપાર્ક સોસાયટી, ચલથાણ, તા.પલસાણા. મૂળ રહે-પીપલી, તા.બાહેરોડ, જિ.અલવર, રાજસ્થાન) ગાડીઓની નવી બોડી બનાવવાનું તેમજ રીપેરીંગનું વિશ્વકર્મ બોડી ગેરેજ ચલાવે છે અને જમીન દલાલીનું કામ કરે છે.

ગતરોજ બપોરના સમયે રાજેન્દ્રપ્રસાદ ઉર્ફે રાજુ શર્માએ ધો-૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની બાળકીને ગેરેજમાં પોતાની ઓફિસમાં બોલાવી શરીરે હાથ ફેરવી અડપલા કરી દુષ્કર્મ કરતા ચકચાર મચી ગઈ હતી.

પોલીસે બાળકીની માતાની ફરિયાદ લઈ રાજેન્દ્ર શર્મા વિરૂધ્ધ ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એક્ટ હેઠળ ગુનો નોંધી રાજેન્દ્ર શર્માની ધરપકડ કરી છે.