Home » Gujarat » કોલગર્લ સાથે યુવકનો વીડિયો ઉતારતી નકલી પોલીસ

News timeline

Delhi
23 mins ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
13 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
13 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
16 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
16 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
20 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
20 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
20 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
24 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

કોલગર્લ સાથે યુવકનો વીડિયો ઉતારતી નકલી પોલીસ

ટોળકીને પોલીસે ટ્રેપ ગોઠવી પકડી પાડી હતી

અમરોલી- સોશિયલ મીડિયા તેમજ મોબાઇલથી કોલ કરી પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે સંપર્ક કહો કે મિત્રતા કેળવી જાતીય સંબંધની લાલચ આપી અશ્લીલ ફોટોગ્રાફ પાડી બ્લેકમેલ કરતી ટોળકી શહેરમાં સક્રિય બની હોવાની બાતમી શહેર પોલીસની રેંજ-૧ સ્ક્વોડને મળી હતી. જે માહિતીને આધારે પોલીસે છટકું ગોઠવી આ ગેંગને પકડી પાડવાની યોજના ઘડી હતી.

પોલીસે વિપુલ નામની વ્યક્તિને ડમી ગ્રાહક બનાવ્યો હતો. વિપુલના મોબાઇલ નંબર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારી યુવતીએ વિપુલ સાથે મીઠી મીઠી વાતો કરી ગત તા. ૧૦મીએ સાંજે તેને અમરોલીમાં જૂના કોસાડ રોડ સ્થિત સ્વસ્તિક રોહાઉસમાં મળવા બોલાવ્યો હતો.

દરમિયાન વિપુલ યુવતીએ આપેલા સરનામા મુજબ ઘરમાં ગયો હતો. બીજી તરફ પોલીસની એક ટીમ પણ ખાનગી ડ્રેસમાં આ સમગ્ર ઘટનાક્રમ વોચ કરી રહી હતી. અહીં ઘરમાં જતા જ એક યુવતી તેને રૃમમાં લઇ ગઇ હતી. યુવતીએ રૃમમાંથી બહાર નીકળ્યા બાદ કોલ કરનાર પ્રિયા નામની યુવતી રૃમમાં ગઇ હતી. પ્રિયા રૃમમાં જઇને અર્ધનગ્ન થઇ ગઇ હતી. વિપુલભાઇ કાંઇ સમજે કે વિચારે ત્યાં સુધીમાં તો ૩ યુવકો રૃમમાં ઘૂસી આવ્યા હતા. તેઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી વિપુલને ડરાવવાની કોશિશ કરી હતી.

ત્યારબાદ અર્ધનગ્ન પ્રિયા સાથે વિપુલનો અશ્લીલ વીડિયો મોબાઇલમાં ઉતારવા લાગી ગયા હતા. આ વીડિયો થકી બ્લેકમેલિંગ શરૃ કર્યુ હતંુ. આ દરમિયાન જ નકલી પોલીસ સામે અસલી પોલીસ ત્રાટકી હતી. પોલીસે રંગેહાથ ટોળકીને પકડી પાડી હતી. રેંજ-૧ની સ્ક્વોેડે કિસ્મત ઉર્ફે કાનો કાળુભાઇ ધાંધળ (ઉં.વ.૨૫, રહે. શિવમ એપાર્ટમેન્ટ, રઘુવીર ચોકડી, અમરોલી- મૂળ વીકળીયા, ગઢડા, બોટાદ), ગોવિંદ દેવશીભાઇ રોજીયા (ઉં.વ.૩૩, રહે. શિવનગર સોસાયટી, કામરેજ- મૂળ ખાવડી, ગારિયાધર, ભાવનગર) અને સેંધાભાઇ મફાભાઇ દેસાઇ (ઉં.વ. ૩૯, રહે. શ્રીરામ સોસાયટી, છાપરાભાઠા રોડ, અમરોલી- મૂળ પીરોજપુરા, પાલનપુર, બનાસકાંઠા)ની ધરપકડ કરી હતી.