Home » Gujarat » Gandhinagar » અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરમાં 34 ડિગ્રીથી વધારે ગરમી

News timeline

Ahmedabad
10 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
59 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરમાં 34 ડિગ્રીથી વધારે ગરમી

 – ભાવનગર, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 35 ડિગ્રી

– ગુજરાતમાં 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના નહિવત્: હવામાન વિભાગ

શનિવાર શ્રાવણ માસનો આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરમાં ભાદરવા જેવી આકરી ગરમી અનુભવાય છે. આજે ૬ શહેરમાં ગરમીનો પારો ૩૪ ડિગ્રીથી વધારે નોંધાયો હતો, જેમાં ભાવનગર-સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૩૫ જ્યારે અમદાવાદમાં ૩૪.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની કોઇ જ સંભાવના નથી.

અમદાવાદમાં આજે સવારથી જ આકરો તાપ શરૃ થઇ ગયો હતો અને જેના લીધે સતત બીજા દિવસે ગરમીનો પારો ૩૪ ડિગ્રીથી વધારે નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમનો પવન છે.

આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાનનની હાલની સ્થિતિ અનુસાર અમદાવાદમાં ૧૬-૧૭ ઓગસ્ટના નોંધપાત્ર વરસાદની સંભાવના છે. ‘ અમદાવાદમાં આજે ભેજનું પ્રમાણ ૮૧% નોંધાયું હતું. આજે વલ્લભવિદ્યાનગર, ગાંધીનગર અને ડીસામાં પણ ગરમીનો પારો ૩૪ ડિગ્રીથી વધારે નોંધાયો હતો.