Home » Gujarat » ધાનાણી આક્ષેપ સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ: ફળદુ

News timeline

Bollywood
4 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
4 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
7 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
7 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
7 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
8 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
9 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
9 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
9 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
10 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
11 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
11 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

ધાનાણી આક્ષેપ સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ: ફળદુ

રાજકોટ: રાજ્યમાં મગફળી કૌભાંડમાં કૉંગ્રેસને સરકાર સામે લડવા માટે મહત્વનો મુદ્દો મળી ગયો છે અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા કૃષિ પ્રધાન સામે આક્ષેપો કરવામાં આવતા સામે કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ આક્ષેપ સાબિત કરવાનો પડકાર ફેંક્યો છે.

ફળદુએ જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડને લઈને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મારી વ્યક્તિગત આબરૂ પર હાથ નાખ્યો છે. જો ધાનાણીએ લગાવેલા આરોપો સાબિત કરે નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે મગફળી ખરીદી હતી. ૪.૭૫ લાખ મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળી રાજ્યમાંથી ખરીદાઈ હતી અને ટેકાના ભાવે ખરીદેલી મગફળી નાફેડે માર્કેટમાં વેચી હતી. ત્યાર બાદ વેચાણ કરાયેલી મગફળીમાં ભેળસેળ અંગે ફરિયાદ નોંધાઈ હતી. મગફળીકાંડમાં કોઈને પણ છોડવામાં નહીં આવે.

કૉંગ્રેસના નેતા ધાનાણીએ મારા પર ખોટા આરોપો લગાવી સસ્તી લોકપ્રસિદ્ધિ કમાવવાનો પ્રયાસ કર્યો છે. આ કેસમાં મારું અને મારા પરિવારનું ખોટી રીતે નામ ઉછાળ્યું છે. જો તેમને લગાવેલા આરોપ સાચા ઠરશે તો જાહેર જીવન ત્યાગી દઈશ. મગફળી કૌભાંડ મામલે કૉંગ્રેસ અને ભાજપના બંનેના નામ ખૂલ્યા છે. કૉંગ્રેસના નામ ખુલતા કૉંગ્રેસ અકળાઇ ગઇ છે.