Home » Breaking News » સ્કૂલ-કૉલેજોના કેમ્પસને ડ્રગ્સ મુક્ત કરવા સરકાર ચલાવશે ખાસ ઝુંબેશ

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સ્કૂલ-કૉલેજોના કેમ્પસને ડ્રગ્સ મુક્ત કરવા સરકાર ચલાવશે ખાસ ઝુંબેશ

ગાંધીનગર : રાજ્યમાં નશાબંધીના કડક અમલ માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ મામલે એટીએસના માર્ગદર્શન હેઠળ એસઓજી (સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ) કાર્યવાહી કરશે. તાજેતરમાં ગુજરાતમાં નશાના પદાર્થના કેસમાં વધારો થયો છે જે ચિંતાનું કારણ છે.

આ માટે કૉલેજ અને સ્કૂલ કેમ્પસને ડ્રગ્સ ફ્રી કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તેમ ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને ડીજીપી શિવાનંદ ઝાએ સંયુક્ત પ્રત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,ગુજરાતને નશામુક્ત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તેમ જ નશાબંધીના ભંગ માટેની પ્રવૃત્તિઓ ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ માટે સ્કૂલ અને કૉલેજ કેમ્પસમાં ખાસ કાર્યક્રમ કરવામાં આવશે. સ્કૂલ-કૉલેજ કેમ્પસને નશામુક્ત કરવાની સાથે સાથે ચેઇન સ્નેચર્સ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સત્તાવાર આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૩થી સતત ગુજરાતમાં ડ્રગ્સની રેડમાં વધારો થઇ રહ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૩માં ૬, વર્ષ ૨૦૧૪માં ૭, વર્ષ ૨૦૧૫માં ૬, વર્ષ ૨૦૧૬માં ૯, વર્ષ ૨૦૧૭માં ૧૦ અને ચાલુ વર્ષના છ મહિનામાં જ ૬ રેડ થઇ ચૂકી છે.