Home » Gujarat » Ahmedabad » સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

કંપનીઓ દ્વારા યોગદાન આપવું તે નિયમોની વિરુદ્ધ: કેગ

અમદાવાદ- સરદાર સરોવર ડેમ નર્મદા ડેમ પાસે થઇ રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની ૫૯૭ ફિટ ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ માટે દેશની ઓઇલ કંપનીઓ દ્વારા રૂપિયા ૧૪૬.૮૩ કરોડ ખર્ચવામાં આવતા વિવાદ સર્જાયો છે. ૭ ઓગસ્ટ ૨૦૧૮ના સંસદમાં રજૂ થયેલા સીએજીના અહેવાલમાં ઓઇલ કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવેલી આ મસમોટી રકમનો ખુલાસો થયો છે. આ મુદ્દે વિવાદ બાદ ઓઇલ કંપનીઓ અને કેન્દ્ર સરકાર દ્વારા પણ મૌન ધારણ કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના હસ્તકની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ જેવી ઓઇલ કંપનીઓ દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટિ (સીએસઆર) દ્વારા રૂપિયા ૧૪૬.૮૩ કરોડ ખર્ચવામાં આવ્યા હોવાનો ખુલાસો કમ્પટ્રોલર એન્ડ ઓડિટ જનરલ (સીએજી)ના અહેવાલમાં થયો છે. ઓઇલ કંપનીઓએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે રૂપિયા ૧૪૬.૮૩ કરોડ ખર્ચવાના નિર્ણય સામે સીએજીએ પણ સવાલો ઉઠાવ્યા છે.

૭ ઓગસ્ટ ૨૦૧૮ના સંસદમાં રજૂ થયેલા અહેવાલમાં સીએજી દ્વારા એવી ટકોર કરવામાં આવી છે કે ઓઇલ કંપનીઓ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ પાછળ આટલી  તોતિંગ રકમ ખર્ચવી તે યોગ્ય નથી. સીએસઆરના નિયમો પ્રમાણે કોઇપણ કંપની કોઇ રાષ્ટ્રીય ધરોહરની જાળવણી માટે સીએસઆર ફંડનો ઉપયોગ કરી શકે છે. પરંતુ સરદાર પટેલની નિર્માણ થઇ રહેલી પ્રતિમા રાષ્ટ્રીય ધરોહર નથી. જેના કારણે આ કંપનીઓ દ્વારા આ પ્રતિમા માટે કોઇપણ  પ્રકારનું યોગદાન આપવું તે નિયમોની વિરુદ્ધ છે.

સીએજીના અહેવાલ અનુસાર ઓએનજીસીએ રૂ. ૫૦ કરોડ, ઇન્ડિયન ઓઇલે રૂપિયા ૨૧.૮૩ કરોડ, બીપીસીએલ-એચપીસીએલ-ઓઆઇએલ એ રૂપિયા ૨૫ કરોડ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન આ પ્રતિમા પર પોતાના સીએસઆર ફંડથી યોગદાન આપ્યું છે.