Home » Gujarat » Gandhinagar » વનઆરક્ષિત જમીન બોખીરિયાના પુત્રો-જમાઇને અપાતાં પીટિશન

News timeline

Canada
2 days ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

વનઆરક્ષિત જમીન બોખીરિયાના પુત્રો-જમાઇને અપાતાં પીટિશન

– આરક્ષિત જમીનમાં 10,000 વૃક્ષો અને વન્યજીવોનો વસવાટ : અરજદારની અરજૂઆત

જામનગર પરવાડા ગ્રામ પંચાયતે ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન કરી દાદ માગી છે કે આ ગામની હદમાં આવેલી અને બરડા વન અભયારણ્યની નજીક વનવિભાગે આરક્ષિત કરેલી ૨૦૦ હેક્ટર જમીન બાબુ બોખીરિયાના પુત્રો અને જમાઇને આપવામાં આવી છે. સરકારનું આ પગલું ગેરબંધારણીય અને અન્યાયી હોવાની રજૂઆત અરજદારો દ્વારા કરવામાં આવી છે. આ પીટિશનની સુનાવણી આગામી દિવસોમાં જસ્ટિસ બેલા ત્રિવેદી સમક્ષ હાથ ધરાશે.

પરવાડા ગ્રામ પંચાયતના સાત સભ્યોએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે પરવાડા ગામમાં ૨૦૦ હેક્ટરની જમીન વનવિભાગ માટે અનામત રાખવાનો નિર્ણય કરી એક પરિપત્ર જારી કર્યો હતો. વર્ષ ૨૦૦૪માં ફોરેસ્ટ સર્વેયર દ્વારા આ જમીનની માપણી પણ કરવામાં આવી હતી. વનવિભાગને જમીન સોંપવામાંઆવી ત્યારે અહીં માત્ર વેરાન જમીન હતી. વનવિભાગ અને સ્થાનિકોના પ્રયત્નોથી આ જમીન પર ૧૦,૦૦૦ વૃક્ષો ધરાવતા વગડાનું સર્જન થયું છે. જેમાં અત્યારે ૩૦૦૦થી વધુ હરણ અને ૨૭થી વધુ દીપડા હરીફરી રહ્યા છે. ઉપરાંત આ જમીન બરડા વન અભયારણ્યથી તદ્દન નજીક છે.

આ જમીનને વિવિધ ટુકડાઓમાં વહેંચી તેની બોગસ પાવર ઓફ એટર્ની ઉભી કરી બાબુ બોખીરિયાએ ૧૧થી પણ વધુ સોદા દ્વારા સમગ્ર જમીન તેના પુત્રો અને જમાઇની માલિકીની વીર ટ્રેડિંગ કંપનીના નામે કરાવી હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે જામનગર જિલ્લાની જામજોધપુર કોર્ટમાં સિવિલ સ્યુટ પણ દાખલ કરવામાં આવ્યો હતો. હવે સરકાર આ જમીનને રિલોકેટ કરવાનું વિચારી રહી હોવાનું કારણ દર્શાવી રહી છે.