Home » Gujarat » Ahmedabad » ૧૯મી ઓગસ્ટે અમદાવાદમાં હાર્દિક પટેલ કારમાં બેસી પ્રતીક ઉપવાસ કરશે

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
1 day ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

૧૯મી ઓગસ્ટે અમદાવાદમાં હાર્દિક પટેલ કારમાં બેસી પ્રતીક ઉપવાસ કરશે

– મ્યુનિ.પ્લોટની મંજૂરી ન મળતાં પાટીદારોનો અનોખો વિરોધ

અમદાવાદ- ગુજરાતમાં હવે ફરી અનામત પાર્ટ-૨ શરુ થવા જઇ રહ્યુ છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસની તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન હજુ સુધી નિકોલમાં ઉપવાસ માટે પ્લોટ આપ્યો નથી જેથી ૧૯મી ઓગષ્ટે નિકોલમાં જ હાર્દિક પટેલ ગાડીમાં જ બેસીને એક દિવસીય પ્રતિક ઉપવાસ કરશે.

છેલ્લા કેટલાંય દિવસોથી હાર્દિક પટેલ અને તેની ટીમ ગામડે ગામડે પ્રવાસ કરીને અનામતની માંગને ઉગ્ર બનાવવા ૨૬મી ઓગષ્ટથી શરુ થનારાં આમરણાંત ઉપવાસમાં પાટીદારોને જોડાવવા સમર્થન મેળવી રહ્યો છે. જોકે,આ મુદ્દે હાર્દિકને વ્યાપક સમર્થન સાંપડી રહ્યું છે.સવાલ એછેકે,અઢી મહિના અગાઉ મંજૂરી માંગવા છતાંય હજુ સુધી મ્યુનિ.કોર્પોરેશનને પ્લોટ ફાળવ્યો નથી.મ્યુનિ.તંત્રે ખાલી પ્લોટોને પાર્કિગ પ્લોટ બનાવી દીધાં છે.

હવે હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ અગાઉ ૧૯મીએ નિકોલમાં કારમાં જ પ્રતિક ઉપવાસ કરવા નક્કી કર્યુ છે જેમાં પાસના કાર્યકરો,હોદ્દેદારોને વાહનો લઇને ઉમટી પડવા આહવાન કરાયુ છે. આ જોતાં પોલીસ-મ્યુનિ.તંત્ર દોડતુ થયુ છે. આઇબી વિભાગ પણ સરકારની સૂચનાથી અનામત આંદોલન પાર્ટ-૨ને પાટીદારો તરફથી કેવો પ્રતિસાદ સાંપડશે તેની વિગતો મેળવી રહ્યુ છે.