Home » Gujarat » સ્ટર્લિંગ ગ્રુપ હવાલા કૌભાંડમાં IPS રાકેશ અસ્થાનાનું CBI દ્વારા નિવેદન લેવાશે

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સ્ટર્લિંગ ગ્રુપ હવાલા કૌભાંડમાં IPS રાકેશ અસ્થાનાનું CBI દ્વારા નિવેદન લેવાશે

– IPS અધિકારી અને સીબીઆઇના ડાયરેકટર વચ્ચે ગજગ્રાહ વધ્યો

વડોદરા- વડોદરાની સ્ટર્લિગ ગ્રુપ ઓફ કંપનીના હવાલા કૌભાંડમાં વર્ષ ૨૦૧૧માં ઝડપાયેલી ડાયરીમાં સીબીઆઇના ડે. ડાયરેકટર રાકેશ અસ્થાનાનું નામ પણ બહાર આવતા સીબીઆઇએ રાકેશ અસ્થાનાનું પણ નિવેદન લેવાશે.

સ્ટર્લિગ ગ્રુપના ડાયરેકટરો નિતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા સાથે ઘરોબો ધરાવનાર વડોદરાના માજી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ વર્ષ ૨૦૧૧માં સ્ટર્લિંગ ગ્રુપ પાસેથી રૃા. બે કરોડ જેવી માતબર રકમ મેળવી હોવાના આક્ષેપ થયા છે. એટલું જ નહીં તેમના પુત્રને પણ સ્ટર્લિંગ ગ્રુપમાં નોકરીમાં રખાવ્યો હોવાની અન્ય વિગતો બહાર આવતા રાકેશ અસ્થાના છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં આવ્યા હતા.

અસ્થાના, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહની નજીક હોવાનું માનવામાં આવે છે. તેઓ લાલુપ્રસાદ અને તેમના પરિવાર અને ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદા સામેના ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરી રહ્યા છે. ગોધરાકાંડની પ્રારંભિક તપાસની દેખરેખ રાખતા પહેલા ૨૦૦૨ના ગુજરાત રમખાણોની તપાસ પણ તેમને સોપવામાં આવી હતી.

રાકેશ અસ્થાનાનું સ્ટર્લિંગ બાયોટેકની ડાયરીમાં નામ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે ૨૦૧૧માં ગુજરાતમાં એક રેડ દરમ્યાન આ ડાયરી જપ્ત કરેલી હતી. જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ અને રાજકારીઓને પૈસાની ચૂકવણીનો ઉલ્લેખ છે.