Home » Gujarat » Bhuj » રાજ્યના જળાશયોમાં 49 ટકા પાણી, કચ્છમાં માત્ર 25 ટકા વરસાદ

News timeline

Entertainment
10 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

રાજ્યના જળાશયોમાં 49 ટકા પાણી, કચ્છમાં માત્ર 25 ટકા વરસાદ

અમદાવાદ: શ્રાવણ મહિનો પૂર્ણ થવાને પખવાડિયાની વાર છે ત્યારે કચ્છમાં સિઝનનો માત્ર 25.21 ટકા જ વરસાદ પડ્યો હતો.  ગુજરાતમાં મોસમનો કુલ 70 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કેટલાક તાલુકાઓમાં વધુ વરસાદ પડ્યો હતો જ્યારે કેટલાક તાલુકાઓમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે.

રાજયના કુલ 203 જળાશયોમાં હાલ 275018 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 49.41 ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમમાં 171409 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 51.31 ટકા જેટલો થાય છે. સરદાર સરોવરની જળ સપાટી આજે 119.55 મીટર પર નોંધાઈ હતી. જ્યારે અન્ય જળાશયોમાં પાણીની સ્થિતિ જોઇએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 70.29 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રિજિયનમાં 25.21 ટકા, ઉત્તર ગુજરાતમાં 38.62 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.99 ટકા, સૌરાષ્ટ્રમાં 69.02 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.85 ટકા જેટલો સરેરાશ વરસ્યો છે ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, રાજ્યમાં કુલ 85.67 લાખ હેક્ટર સરેરાશ વાવેતર વિસ્તારમાં 20 ઑગસ્ટનાં સ્થિતિએ 85.95 ટકા વાવેતર થઈ ગયું છે.

રાજ્યમાં ખેડૂતોએ મુખ્યત્વે ડાંગર, બાજરા, મકાઇ, તુવેર, અડદ, મગફળી, સોયાબીન, કપાસ અને શાકભાજીનું વાવેતર કર્યુ છે. કપાસનાં કુલ વાવેતર વિસ્તારની સરખામણીએ આ વર્ષે 103 ટકા વાવેતર થયું છે, જ્યારે મગફળીના કુલ વાવેતર વિસ્તારની સરખામણીમાં 97 ટકા જેટલુ વાવેતર થયુ છે.