Home » Gujarat » Bhuj » ભુજમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, હળવો લાઠીચાર્જ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ભુજમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, હળવો લાઠીચાર્જ

– ઘાસચારાના મુદ્દે ધરણા યોજી કલેક્ટર કચેરીને ઘેરાવ કર્યો

ભુજ- ભુજમાં ઘાસચારાની માંગને લઈને કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા ગયા ત્યારે તેઓને એક કલાક સુધી બેસાડી દેવાયા હતા. પરિણામે કોંગી આગેવાનો રોષે ભરાયા હતા. આજે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની તળે ઘાસચારા મુદ્દે ભુજમાં કલેક્ટર કચેરીને ઘેરાવ કરી ધરણાના કાર્યક્રમની ચિમકી આપવામાં આવી હતી. જેના પગલે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ સવારે પહોંચ્યા હતા. જેમાં પોલીસને પણ પરસેવો છુટી ગયો હતો. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ હતુ, તો પોલીસે પણ હળવો લાઠીચાર્જ કર્યો હતો.

ઘાસચારા અંગેની રજૂઆત કોંગી આગેવાનો દ્વારા કલેક્ટર પાસે કરવામાં આવી રહી હતી, બરાબર તે જ સમયે કાર્યકરોની એક ભીડે કચેરીની અંદર જવાનો પ્રયાસ કરતા ભારે અફડાતફડી મચી હતી. જેના પગલે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ હતુ અને પોલીસે ભીડને દૂર કરવાનો પ્રયાસ કરતા કચેરીનો કાચનો મુખ્ય દરવાજો તુટી ગયો હતો. કોંગ્રેસના પ્રમુખના જણાવ્યાનુસાર, તેમના બે ત્રણ કાર્યકરોને પણ હળવી ઈજાઓ પહોંચી હતી. કલેક્ટર પાસે રજૂઆત કરતા પહેલા કોંગ્રેસ દ્વારા જયુબિલી સર્કલ પાસે ધરણા યોજવામાં આવ્યા હતા. રાપરના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા, પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો સહિતના આગેવાનો આ વિરોધમાં જોડાયા હતા.

જિલ્લા કલેક્ટર દ્વારા સાત દિવસમાં ઘાસચારાની તંગી નિવારવાની બાંહેધરી આપવામાં આવી છે, તેમ છતા જો માંગ સંતોષવામાં નહિં આવે તો આંદોલન છેડાશે. તેવી ચિમકી સાથે કોંગ્રેસ દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. એટલુ જ નહિં કોંગ્રેસ દ્વારા કચ્છમાં એક પણ સરકારી કાર્યક્રમ યોજવા દેવાની ચિમકી સાથે વહીવટી તંત્ર ભાજપના ઈશારે કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.