Home » Gujarat » Gandhinagar » ગુજરાતમાં 3 નવા એક્સપ્રેસ વે : દિલ્હી-મુંબઇ અને અમદાવાદ-દિલ્હી વચ્ચેનું અંતર ઘટશે

News timeline

Canada
2 days ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ગુજરાતમાં 3 નવા એક્સપ્રેસ વે : દિલ્હી-મુંબઇ અને અમદાવાદ-દિલ્હી વચ્ચેનું અંતર ઘટશે

ગુજરાતમાં માત્ર વડોદરાથી અમદાવાદનો એક્સપ્રેસ વે છે, હવે વડોદરાથી મુંબઇ અને અમદાવાદથી ધોલેરા સુધીનો નવો એક્સપ્રેસ હાઇવે બનશે. તેમજ રાજસ્થાનના સંચોરથી રાધનપુર થઇને કચ્છના સામખિયાળી સુધીનો ઇકોનોમિકલ કોરીડોર નિર્માણ પામશે. રાજ્યમાં 650 કિલોમીટરનો એક્સપ્રેસ હાઇવે બનાવાનો હોવાથી ગુજરાતના દેશમાં સૌથી લાંબો એક્સપ્રેસ વે ધરાવતું રાજ્ય બનશે એમ વડોદરા આવેલા કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ ડિપાર્ટમેન્ટના મંત્રી, મનુસુખ માંડવિયાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું.

માંડવિડયાએ કહ્યું હતું કે, ભારત સરકારે ગુજરાતમાં ત્રણ એક્સપ્રેસ વે બનાવાનું નક્કી કર્યું છે. જેમાં દિલ્હીથી વડોદરાનો નવો એક્સપ્રેસ વે 845 કિલોમીટર લાંબો બનશે. જે પાછળ રૂ.21125 કરોડનો ખર્ચ કરાશે. જેનું કામ આગામી ઓક્ટોબર કે નવેમ્બરથી શરૂ કરાશે અને બે વર્ષમાં એટલે કે નવેમ્બર 2020 સુધમાં પૂર્ણ કરાશે. આવી જ રીતે વડોદરાથી મુંબઇ સુધીનો નવો એક્સપ્રેસ હાઇવે બનાવાશે. જે પૈકી ગુજરાતમાં પસાર થતાં વડોદરા-કીમ એક્સપ્રેસ વેના 125 કિલોમીટર લંબાઇના કામ પાછળ રૂ.8741 કરોડના ખર્ચે થશે.

આ કામ પાંચ પેકેજમાં કરાશે. જેમાં મધ્ય ગુજરાતના દાહોદ-ગોધકા-વડોદરાને પણ જોડી દેવાશે. એક્સપ્રેસ વેનું કામ નવેમ્બરથી શરૂ કરાશે અને અંદાજે નવેમ્બર-2020 સુધીમાં એટલે કે બે વર્ષમાં પુરૂં કરાશે.

દિલ્હીથી મુંબઇ વાયા વડોદરા થઇને બનનાર આ સળંગ એક્સપ્રેસ વેથી દિલ્હીથી મુંબઇ વચ્ચેનું 150 કિલોમીટરનું અંતર ઘટી જશે અને અમદાવાદથી દિલ્હી વચ્ચેનું 80 કિલોમીટર અંતર ઘટી જશે.