Home » Gujarat » Ahmedabad » બિટકોઈન તોડ કરવાના મામલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ

News timeline

Bollywood
4 hours ago

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

Cricket
4 hours ago

કુલદીપ યાદવની આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ૧૪ ક્રમની છલાંગ

Bollywood
4 hours ago

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

Headline News
7 hours ago

સિંધુની નજર હોંગકોંગ ઓપન ટાઇટલ પર કેન્દ્રિત

Bollywood
7 hours ago

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

Bollywood
7 hours ago

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

Breaking News
9 hours ago

મેક્રો ડેટા તેમજ ક્રૂડના ભાવ બજારને દોરશે

Breaking News
9 hours ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Business
10 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા

Breaking News
10 hours ago

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો

Gandhinagar
11 hours ago

કોંગ્રેસમાં હોદ્દો મેળવવા કુશ્તી, દિલ્હી સુધી બખેડો

Breaking News
11 hours ago

ફિનિક્સ મિલ્સ 4-5 વર્ષમાં ઓપરેશનલ રિટેલ પોર્ટફોલિયો બમણો કરશે

બિટકોઈન તોડ કરવાના મામલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ

કરોડો રૂપિયાના બિટકોઈન તોડ કરવાના મામલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ધરપકડ કરાઇ છે. ઘણા સમયથી નલિન કોટડિયા ફરાર હતો. ક્રાઈમબ્રાન્ચે મુંબઈથી નલિન કોટડિયાની ધરપકડ કરી છે.

નલિન કોટડિયાને કોર્ટમાં હાજર થવા સેશન્સ કોર્ટે આદેશ કર્યો હતો. અને જો નલિન કોટડિયા 30 દિવસમાં હાજર નહીં થાય તો તેની મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે. CID ક્રાઈમે નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરવા અરજી કરી હતી. નલિન કોટડિયા ધારીના પૂર્વ ધારાસભ્ય છે. સેશન્સ કોર્ટે જતીન પટેલ સામે પણ વોરંટ મંજૂર કર્યું હતુ.

એસીબી કોર્ટમાં કલમ 82 મુજબ આ અરજી કરવામાં આવી હતી. બિટકોઇન તોડ કરવાને મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા કોર્ટ સમક્ષ નલિન કોટડિયાની ધરપકડ કરવા માટે સેશન્સ કોર્ટમાં 70 મુજબનુ વોરંટ એટલે કે બિનજામીન પાત્ર વોરંટની અરજી કરાઇ હતી. ત્યારબાદ સીઆઇડી ક્રાઇમ નલિન કોટડિયાની તમામ જગ્યા તપાસ કરવામાં આવી પરંતુ તેઓ મળી આવ્યા ન હતા.

જેથી કલમ 70નું વોરંટ તેમને બજાવવામાં નથી આવ્યું. સીઆઇડીએ કોર્ટમાં એવી રજુઆત કરી હતી કે, 6 આરોપીઓ આ કેસમાં સંડોવાયેલા છે. જેમની ધરપકડ થઇ ચુકી છે. જેમા નલિન કોટડિયાનો પણ સમાવેશ થાય છે. પરંતુ અત્યાર સુધી નલિન કોટડિયા મળી આવ્યા નથી. આ મામલે સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. છેલ્લાં મહિનાઓથી તેઓ ભૂર્ગભમાં ઉતરી ગયા બાદ તપાસનો દોર શરૂ કરાયો હતો.

કોટડિયાની તપાસ અત્યાર સુધી ઘણી જગ્યાએ કરાઈ હતી. અમદાવાદના નમન દુધાત અને રસિક સોરઠિયાના ઘરે શોધખોળ કરાઈ હતી. કોટડિયાનાં અમરેલીના કુબડા ગામે પણ તપાસ કરાઈ હતી. કોટડિયાનો ડ્રાઈવર અલ્તાફભાઈ પણ એક મહિનાથી ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. ડ્રાઈવરના પિતા જાદુગર ભૈરવનું પણ નિવેદન લેવાયું હતું. નલિન કોટડિયા બે મોબાઈલ ફોન વાપરે છે, બંન્ને બંધ છે. નલિન કોટડિયાના નજીકના મિત્રોના મોબાઈલની કોલ ડિટેઈલ્સ કઢાઈ હતી. અમદાવાદ, મહેસાણા,સુરત, અમરેલીમાં પણ વિવિધ નિવેદનો લેવાયા હતા.

કોટડિયાના સાથે સૌથી વધુ વાતચીત કરનારા તમામના નિવેદન લેવાયાં હતા. પરંતુ સીઆઈડી ક્રાઈમને તમામ દિશામાં નિષ્ફળતા મળી હતી. પણ આજે ક્રાઈમબ્રાન્ચે મુંબઈથી બીટકોઈન કૌભાંડ મામલે નલિન કોટડિયાની ધરપકડ કરી છે.