Home » Gujarat » વડોદરામાં હત્યાનો ભેદ ઉકેલાયો: પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીની આત્મહત્યા

News timeline

Bollywood
34 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

વડોદરામાં હત્યાનો ભેદ ઉકેલાયો: પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીની આત્મહત્યા

વડોદરા: વડોદરા શહેરના તરસાલી-સુશેન રોડ પર આવેલા આનંદબાગ સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિકની પત્નીના હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ફેક્ટરી માલિકની પત્ની કુંજલ પંચાલની હત્યા કર્યા બાદ તેના પ્રેમી મીત ગોરાનાએ રેલવે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

સમાજના ડરથી કુંજલે જ પ્રેમી મીતને જણાવ્યું હતું કે, પહેલાં તું મને મારી નાખ અને પછી તું મરી જજે. આ ઘટસ્ફોટ મીતે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ ઉપરથી થયો હતો.

ડી.સી.પી. ક્રાઇમે જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે વડોદરા શહેરના તરસાલી-સુશેન રોડ પર આવેલી આનંદબાગ સોસાયટીમાં રહેતાં કુંજલબહેન પ્રતિકભાઇ પંચાલ (ઉં.વ.25)ના ગળામાં કોઇ અજાણ્યા વ્યક્તિએ ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ અંગે શહેર ક્રાઇમ બ્રાંચ અને મકરપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે તપાસની શરૂઆત મોતને ઘાટ ઉતારાયેલ કુંજલના મોબાઇલ ફોન કોલ અને મેસેજની ચકાસણી કરી હતી. જેમાં કુંજલ અને મકરપુરા જીઆઇડીસી રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર-1 અને રૂમ નંબર-6માં રહેતા મીત અનિલભાઇ ગોરાના (ઉં.વ.21) વચ્ચે થયેલા ફોન અને એકબીજાને કરેલા મેસેજ મળી આવ્યા હતા.

પોલીસે મીત અંગે તપાસ કરતા મીત કુંજલની ભાભી ખુશ્બુબહેનનો પિતરાઇ ભાઇ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મીતની શોધખોળ શરૂ કરી હતી. જોકે, મીત મળી આવ્યો ન હતો. દરમિયાન રેલવે પોલીસને મકરપુરા રેલવે યાર્ડમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને મૃતકના ખિસ્સામાંથી પાકીટ મળી આવ્યું હતું. જેમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને સુસાઇડ નોટ મળી આવી હતી. રેલવે પોલીસે તુરંત જ વડોદરા શહેર પોલીસને જાણ કરતા પોલીસ એકશનમાં આવી ગઇ હતી. બીજી બાજુ આ મીતના આપઘાતની જાણ પરિવારજનોને થતાં પિતા અનિલભાઇ ગોરાના નાના પુત્ર ક્રિષ્ણા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને મીતની લાશને ઓળખી બતાવી હતી.