Home » Gujarat » હાર્દિકના સમર્થનમાં રાજકોટમાં રામધૂન અને જામજોધપુરે પાળ્યો બંધ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

હાર્દિકના સમર્થનમાં રાજકોટમાં રામધૂન અને જામજોધપુરે પાળ્યો બંધ

રાજકોટ: હાર્દિકના ઉપવાસના 15મા દિવસે સૌરાષ્ટ્રભરમાંથી તેને સમર્થન મળી રહ્યું છે. શનિવારે રાજકોટમાં પાટીદારોએ અલગ-અલગ કૉલેજની બહાર જય પાટીદારના નારા લગાવી કૉલેજ બંધ કરવાના પ્રયાસ કર્યો હતો. તો બીજી બાજુ જામજોધપુરના વેપારીઓએ બજાર બંધ રાખી હતી. જૂનાગઢમાં કૉલેજ બહાર પાટીદારોએ હંગામો કરતા પોલીસે પાસના કાર્યકરોની અટકાયત કરી હતી.

પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાની માગ સાથે ઉપવાસ પર ઊતરેલા હાર્દિક પટેલને ગુજરાતભરમાંથી પાટીદાર સમાજનું સમર્થન મળી રહ્યું છે. હાર્દિક પટેલના સમર્થનમાં સૌરાષ્ટ્રના જામજોધપુરમાં વેપારીઓએ બજાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો.

જૂનાગઢમાં શાળા-કૉલેજ બંધ કરાવવા નીકળેલા પાસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી ત્યારે પોલીસ દ્વારા શાળા-કૉલેજની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જામનગરમાં પણ પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. જ્યારે રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી રોજ રામધૂન બોલવામાં આવી રહી છે. ગોંડલ તાલુકામાં ઠેર-ઠેર રામધૂન બોલાવામાં આવી હતી. આગામી દિવસોમાં હાર્દિકને સમર્થન યથવાત રહેશે અને અલગ-અલગ રીતે સમર્થન આપવામાં આવશે. હાર્દિક હૉસ્પિટલમાં હોય તેની તબિયતમાં ઝડપથી સુધારો થાય તેને લઈ ઠેર-ઠેર પ્રાર્થના કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રભરમાં ગામડે-ગામડે હાર્દિકને સમર્થનને વેગ મળી રહ્યો છે.