Home » Gujarat » સૌરાષ્ટ્રમાં હાર્દિક પટેલનાં સમર્થનમાં વિરોધ પ્રદર્શનો યથાવત

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સૌરાષ્ટ્રમાં હાર્દિક પટેલનાં સમર્થનમાં વિરોધ પ્રદર્શનો યથાવત

-વિસાવદરમાં ખાડાની અંદર ઉપવાસ આંદોલન કરતા એક યુવાનની તબિયત લથડીઃ

– મેવાસા, આલીધ્રા, આંબાળા ગીરમાં રામધૂન સામે પ્રતિક ઉપવાસ

રાજકોટ- સૌરાષ્ટ્રમાં આજે પણ હાર્દિક પટેલના સમર્થનમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો યથાવત રહ્યા હતા. આજે જામજોધપુર અને ભેસાણ સજ્જડ બંધ રહ્યા હતા. જેમાં ‘પાસ’નાં નવ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. બીજી તરફ વિસાવદરમાં ખાડાની અંદર ઉપવાસ આંદોલન કરતા એક યુવાનની તબીયત લથડી હતી. આજે મેવાસા, આલીધ્રા, આંબાળા ગીર ગામે રામધૂન સાથે પ્રતિક ઉપવાસ કરાયા હતા.

જામજોધપુરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિનાં એલાનનાં પગલે આજે શહેર સજ્જડ બંધ રહ્યું હતું. મુખ્ય બજારમાં સવારથી જ દુકાનો ખુલી નહોતી. જ્યારે અંતરીયાળ વિસ્તારોમાં કેટલીક દુકાનો ખુલતા ‘પાસ’ના કાર્યકરોએ બંધ કરાવી હતી.

બીજી તરફ શાળા-કોલેજ પણ બળજબરીથી બંધ કરાવવા જતાં પોલીસે નવ કાર્યકરોની અટકાયત કરી હતી. આજના બંધના એલાનના પગલે શહેરમાં વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ભેસાણ ગામ આજે સવારથી જ સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું અને હાર્દિક પટેલને સમર્થન આપવામાં આવ્યું હતું. તમામ નાની-મોટી દુકાનો બંધ રાખીને વેપારીઓએ ટેકો જાહેર કર્યો હતો. આ સાથે આજે તમામ શાળા-કોલેજ પણ બંધ રહી હતી.

વિસાવદરમાં જૂનાગઢ રોડ ઉપર જમીનમાં પાંચ ફૂટ ઊંડો ખાડો કરીને બે યુવાનો અરવિંદભાઈ સુવાગીયા અને લાલજીભાઈ કોટડીયાએ અંદર ઉતરી ચાર દિવસથી નવતર ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે. જેમાં આજે અરવિંદભાઈની તબીયત લથડતા મામલતદારને જાણ કરાઈ હતી. જેથી તબીબી ટીમ મોકલીને બન્ને યુવાનોનું મેડીકલ ચેકઅપ કરાયું હતું.

પરંતુ બન્નેએ સારવારની ના પાડી દઈને ચાર દિવસથી ઉપવાસ કરતા હોવા છતાં સરકારી તંત્રએ ધ્યાન નહીં દઈ ગંભીર લાપરવાહી દાખવ્યાનો આક્રોશ ઠાલવ્યો હતો. પરિણામે મામલતદાર અને તબીબે પણ જવાબદારીની ફેંકાફેંકી કરતા ઉહાપોહ મચી ગયો હતો.

લાલપુરમાં ગઈકાલે બંધના એલાન દરમિયાન યોજાયેલી રામધૂનમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો, કોંગી ધારાસભ્ય, સરપંચ વગેરેએ જોડાઈને ટેકો જાહેર કર્યો હતો.