Home » Breaking News » ગોલ્ડન ગર્લનુ વતનમાં સન્માનઃ સાપુતારાના એથ્લેટિક ટ્રેકને સરિતાનુ નામ અપાશે

News timeline

Bollywood
4 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
4 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
7 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
7 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
7 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
8 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
9 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
9 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
9 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
10 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
11 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
11 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

ગોલ્ડન ગર્લનુ વતનમાં સન્માનઃ સાપુતારાના એથ્લેટિક ટ્રેકને સરિતાનુ નામ અપાશે

વાંસદા- ઈન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી ૧૮ મી એશિયન ગેમ્સમાં ૪/૪૦૦ મીટર રિલે દોડમાં ઈન ફોર પ્લેયરમાં ગુજરાતના ડાંગ જિલ્લાની વનબંધુ દિકરી કુ. સરિતા ગાયકવાડે ભારતને સુવર્ણચંદ્ર અપાવીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યુ છે. જેના સન્માન માટે આજે ડાંગ આહવા ખાતે શોભાયાત્રા યોજાઈ હતી. જે આહવાના મુખ્યમાર્ગો પર ફરી હતી. આ પ્રસંગે ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા બાદ ડાંગ દરબાર હોલ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રમતગમત રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સરિતા ગાયકવાડને અભિનંદન પાઠવતાં કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં શરૃ કરાવેલા ખેલમહાકુંભને પરિણામે આવા હોનહાર ખેલાડીઓને વૈશ્વિક રમતોમાં ગુજરાત અને ભારતની શ્રેષ્ઠતા ઝળકાવવાની તક સાંપડી છે. રાજ્ય સરકાર દર વર્ષે ખેલમહાકુંભમાં રૃ. ૪૫ કરોડના ઈનામો આપીને ખેલાડીઓને પ્રોત્સાહીત કરવાનું કાર્ય કરી રહી છે.

સાપુતારા ખાતે તૈયાર થનાર એથ્લેટિક્સ સિન્થેટીક ટ્રેકને કુ. સરિતા ગાયકવાડ નામ આપવાની જાહેરાત તેમણે કરી હતી. વધુમાં કહ્યું કે, સાપુતારા રમત સંકુલ ખાતે રૃ. ૭ કરોડના ખર્ચે એથ્લેટિક્સ સિન્થેટિક ટ્રેક, રૃ. ૫ કરોડના ખર્ચે હોકી ગ્રાઉન્ડ, અઢી કરોડના ખર્ચે ઈન્ડોર હોલ સહિતની રૃ. ૧૫ કરોડથી વધુ રકમના ખર્ચે રમતગમતની સુવિધાઓ તૈયાર કરાશે. આ પ્રસંગે પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે પણ પ્રસંગોચિત સંબોધિત કર્યુ હતું.

આ પ્રસંગે કુ. સરિતા ગાયકવાડે કહ્યું કે, મૂળ ‘ખો-ખો’ ના પ્લેયર તરીકે કારકિર્ડી શરૃ કરી હતી અને ખેલ મહાકુંભમાં દોડની વ્યક્તિગત રીતે ભાગ લઈ નસીબ અજમાવ્યું હતું. માત્ર ત્રણ વર્ષના ગાળામાં જ એક પછી એક ટુર્નામેન્ટ જીતતી ગઈ. તેણીએ આ તમામ સફળતાનો યશ રાજ્ય સરકારના ખેલ મહાકુંભને આપ્યો છે. તેણીએ આ તકે તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, સામાજીક-સ્વૈચ્છીક સંસ્થાઓ, જિલ્લાનું વહીવટીતંત્ર દ્વારા રૃ. ૯ લાખ જેવી માતબર રકમ કુ. સરિતા ગાયકવાડને આપીને સન્માનિત કરવામાં આવી હતી.