Home » Gujarat » સુરતઃ ગણપતિની એક પણ મૂર્તિનું તાપીમાં વિસર્જન નહી

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

સુરતઃ ગણપતિની એક પણ મૂર્તિનું તાપીમાં વિસર્જન નહી

સુરત- શ્રીજીની પી.ઓ.પી.ની મૂર્તિને પગલે દર વર્ષે તાપી નદીમાં હજારો ટન પી.ઓ.પી. પધરાવતું હોવાથી તેનાથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ આ વર્ષે તાપી નદીમાં એકેય ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા દેવાશે નહીં.

ગણેશોત્સવમાં શ્રીજીની માટીની મૂર્તિ બનાવવાની વ્યાપક ઝુંબેશ છતાં મોટાભાગે પી.ઓ.પી.ની મૂર્તિની જ સ્થાપના કરવામાં આવે છે.

દર વર્ષે તાપી નદીમાં ગણપતિની મૂર્તિઓના વિસર્જનને પગલે હજારો ટન પી.ઓ.પી. પધરાવાય છે. તેનાથી પર્યાવરણને મોટાપાયે નુકશાન થયા છે. આ અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તેમજ જીપીસીબીએ લાલ આંખ કરી હતી. તેને પગલે જ પોલીસ અને મહાનગરપાલિકા આ વર્ષે તાપી નદીમાં એકેય ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા નહીં દેવાય તેવો નિર્ણય કર્યો છે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પોલીસ કમિશ્નર સતીષકુમાર શર્મા અને મહાનગરપાલિકાના કમિશ્નર એમ. થેન્નારાસને જણાવ્યું હતું કે તાપી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની માર્ગદર્શિકા મુજબ સુરતના વિવિધ ઓવારાઓ ઉપરથી આ વર્ષે તાપી નદીમાં માટીની અથવા તો પીઓપીની એક મૂર્તિનું વિસર્જન કરવા દેવાશે નહીં. મહાનગરપાલિકાએ ગત વર્ષે ૧૧ કૃત્રિમ તળાવો બનાવ્યા અને તેમાં ૫૫,૦૦૦ જેટલી શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. તેની સામે આ વર્ષે ૧૭ કૃત્રિમ તળાવો બનાવી તેમાં શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાશે.

પાંચ ફૂટ સુધીની ઉંચાઈની પીઓપી અને માટીની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં કરાશે જ્યારે પાચ ફૂટથી વધુ ઉંચાઈની તમામ મૂર્તિનું વિસર્જન દરિયામાં કરાશે. મહાનગરપાલિકા અને સુરત પોલીસ તે માટે તમામ પ્રકારના આયોજન કરશે. એટલું જ નહીં કૃત્રિમ તળાવો વિવિધ ઓવારા ઉપર જ બનાવી શકાય કે કેમ ? તે અંગે પણ સર્વે થઈ રહ્યો છે. પોલીસ કમિશ્નરે આ વખતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશનું પાલન કોઈપણ સંજોગોમાં કરવામાં આવશે તેવું પણ ઉમેર્યુ હતું.