Home » Gujarat » સદભાવના પદયાત્રાને પાટીદારોનું જંગી સમર્થન, જનમેદની ઉમટી

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સદભાવના પદયાત્રાને પાટીદારોનું જંગી સમર્થન, જનમેદની ઉમટી

પાટણમાંથી પાસ દ્વારા સદભાવના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પાટણના મોતીસા વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરેથી સદભાવના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ બિરાદરોએ શાંતિનું પ્રતિક એવા કબુતર ઉડાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ સદભાવના યાત્રામાં કોંગ્રેસના ધારાસભ્યો પણ જોડાયા છે. હજારોની સંખ્યામાં પાટીદારો પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રા પાટણથી નીકળી ઉમિયાધામ ઉંઝા ખાતે પહોચશે. સરકારની સદબુદ્ધિ માટે ખાસ આ સદભાવના યાત્રા કરવામાં આવી છે.

હાર્દિકના આમરણાંત ઉપવાસથી તેની તબિયત સારી થાય અને સરકારને સદબુદ્ધિ આવે તેવા હેતુથી પાસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો આ સદભાવના યાત્રામાં ઉંઝાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ પણ જોડાયા છે. તેમજ હાર્દિકના ઉપવાસ અંદોલનને લઈ સરકાર પર તેમણે પ્રહાર કાર્ય હતા.

તેઓ એ જણાવ્યું કે આ સરકાર સંવેદન હીન સરકાર છે, સરમુખત્યાર સરકાર છે, જો સરકાર માનવતા વાદી હોત તો ચોક્કસ ખેડૂત ના પ્રશ્ન અંગે અંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરી હોત. જો કે માં ઉમિયા અને માં ખોડલસરકારને સદબુદ્ધિ આપે તે માટે સદભાવના યાત્રાનું આયોજન કર્યું છે. 90 જેટલા ગામડાઓમાં આ યત્રા ફરશે. મોટી સંખ્યામાં પાટીદારો આ યાત્રામાં જોડાઇ રહ્યા છે.

આ પદયાત્રામાં કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યો પણ હાજરી આપવાના હોઇ આઇબી સહિત પોલીસ તંત્ર પણ સતર્ક બની ગયું હતું અને યાત્રા દરમિયાન 250થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પદયાત્રા દરમિયાન કોઇ સૂત્રોચ્ચાર નહીં કરવાની સૂચના પાટીદાર આગેવાનો સાથેની બેઠકમાં પોલીસે આપી હતી.

યાત્રા દરમિયાન 2 ડીવાયએસપી, 6 પીઆઇ, 19 પીએસઆઇ, 150 પોલીસ, 20 બોર્ડર વિંગના જવાનો અને 104 હોમગાર્ડ જવાનો તૈનાત કરાયા હતા. યાત્રા દરમિયાન પાટણ જનતા હોસ્પિટલની 10 તબીબો સાથે એમ્બ્યુલન્સ સાથે રહી હતી. 100 સ્વયંસેવકો વ્યવસ્થા જાળવી હતી.મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના 3000 પાટીદારો યાત્રામાં જોડાયા હોવાનું પાસ કન્વીનરે જણાવ્યું હતું.