Home » Gujarat » Ahmedabad » પોલીસની તાનાશાહી : હાર્દિકના નિવાસસ્થાને મીડિયા પર લાઠીઓ

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

પોલીસની તાનાશાહી : હાર્દિકના નિવાસસ્થાને મીડિયા પર લાઠીઓ

પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ

અમદાવાદ: પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફીની માગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને આજે રવિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ હાર્દિક પોતાના નિવાસસ્થાને આવતા મીડિયા કર્મચારીઓ હાર્દિકની બાઈટ લેવા પહોંચ્યા ત્યારે પોલીસે દંડા ઉગામીને મીડિયા કર્મચારીઓને રિપોર્ટિંગ કરતા રોકવામાં આવ્યા હતા. એટલું જ નહીં ધક્કા મૂકી કરીને કેમેરા પણ આંચકી લેવામાં આવ્યા હતા.

ભાજપના રાજમાં મદમાં રાચતી પોલીસે દાદાગીરીની હદ વટાવી દીધી હતી. આ મામલે ભારે હોબાળો થતા આખરે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિકના નિવાસસ્થાને ન્યૂઝ કવરેજ માટે ગયેલા મીડિયાના કર્મચારીઓ સાથે કોન્સ્ટેબલો જ નહીં પણ જેસીપીએ પણ દુર્વ્યવહાર કર્યો હતો. પોલીસની દાદાગીરીથી હાર્દિકના નિવાસની બહાર એકઠા થયેલા લોકો પણ ચોકી ઊઠ્યા હતા.

પોલીસે પત્રકારો સાથે ધક્કામૂકી કરીને કેમેરા આંચકી લીધા હતા. પોલીસે સરકારના કયા નેતાના આદેશથી મીડિયા સાથે દુર્વ્યવહાર કર્યો છે તે તપાસનો વિષય છે. આ મામલે હોબાળો થતા આખરે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ દ્વારા મીડિયા સાથે કરેલા દુર્વ્યવહારને ‘પાસ’ દ્વારા પણ વખોડી કાઢવામાં આવ્યો હતો. પાસના મનોજ પનારાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આઝાદી નથી તાનાશાહી છે. લોકશાહી સંપૂર્ણપણે ખતમ કરવા પોલીસનો સહારો લેવામાં આવી રહ્યો છે. મીડિયા પર લાઠીચાર્જ કરવી નહીં.