Home » Gujarat » Bhavnagar » ભાવનગરના મંદિરે ભાતિગળ લોકમેળામાં દોઢ લાખ લોકોએ કર્યું સમુદ્ર સ્નાન

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
1 day ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ભાવનગરના મંદિરે ભાતિગળ લોકમેળામાં દોઢ લાખ લોકોએ કર્યું સમુદ્ર સ્નાન

ભાવનગર: ભાદરવી અમાસ શ્રાવણ માસના સમાપન નિમિત્તે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ આવેલા શિવાલયોમાં આજે ભારે ભીડ સાથે મહાપૂજાઓ અને ભાતિગળ લોક મેળાઓ યોજાયા હતા. ભાવનગર શહેર નજીક આવેલા પૌરાણિક અને ઐતિહાસિક કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિરે ભાતિગળ મેળો યોજાયો હતો.

જેમાં અંદાજે દોઢેક લાખ ભાવિક ભક્તોએ સમુદ્ર સ્નાન કરી મેળાની અનોખી રંગત માણી હતી. શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે ભાદરવી અમાસ. ભાવનગર જિલ્લામાં આવેલા પ્રાચીન તથા જગવિખ્યાત કોળિયાકના દરિયાકિનારે પાંડવોએ શિવલિંગની સ્થાપના કર્યાનો ઇતિહાસ છે. અહીં પાંડવો શાપમુક્ત થતાં આ સ્થળે આદિકાળથી નિષ્કલંક તરીકે ઓળખાય છે. પાંડવકાલીન સ્થળ કોળિયાકના સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવ ખાતે દર વર્ષે ભાદરવી અમાસે પરંપરાગત લોકમેળો યોજાય છે.

એટલું જ નહીં આજના પાવન પર્વે અહીં સમુદ્ર સ્નાનનું પણ અનેરું મહાત્મ્ય હોવાથી ભાવનગર અને રાજ્ય બહારથી પણ હજારો શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા. અહીં શનિવારે મોડી સાંજથી જ મેળાનો પ્રારંભ થયો હતો અને રાતભર દૂર દૂરથી ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ શરૂ રહ્યો હતો. રવિવારે વહેલી સવારે મધદરિયે આવેલા શિંવલિંગ પર ભાવનગર રાજવીની ધજા ચડ્યા બાદ હર…હર..મહાદેવના નાદ સાથે સમુદ્ર સ્નાનનો પ્રારંભ થયો હતો. પ્રતિ વર્ષ ભાદરવી અમાસ નિમિત્તે લાખોની જનમેદની સમુદ્રસ્નાન તથા દર્શન અર્થે ઊમટી પડતી હોય જેને લઈને કોળિયાક ગામ તથા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ જોવા મળ્યું હતું.