Home » Gujarat » રાજકોટનો આજી ડેમ નર્મદાનીરથી ભરી દેવાશે, ‘સૌની’નું પમ્પીંગ શરુ

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

રાજકોટનો આજી ડેમ નર્મદાનીરથી ભરી દેવાશે, ‘સૌની’નું પમ્પીંગ શરુ

 વરસાદથી આ ડેમમાં માત્ર 8 ટકા જ પાણી આવ્યું હોય

– વરસાદ ખેંચાતા મહિના પછી પાણીના થનારા પ્રશ્ન અંગે મનપાના સત્તાધીશોની રજૂઆત બાદ મુખ્યમંત્રી

રાજકોટ- રાજકોટમાં આ વખતે અપુરતા વરસાદના પગલે આજી-૧ ડેમમાં વરસાદથી માત્ર ૭૦ એમ.સી.એફટી. પાણી જ નવું આવતા ૯૨૫ની ક્ષમતા સામે હાલ ૨૦૦ એમ.સી.એફટી.નો જળસંગ્રહ હોય શહેરમાં પાણી વિતરણમાં ઓક્ટોબરથી પડનારી મૂશ્કેલીને ધ્યાને લઈને ત્રીજી વખત આજી-૧ ડેમને ‘સૌની’ યોજના મારફત નર્મદાનીરથી ભરી દેવભરવાનો મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ગઈકાલે નિર્ણય લઈને આજે તેનો અમલ શરુ કરાવ્યો હતો.

આજી-૧ ડેમને સૌની યોજનાથી જોડવા ગત વર્ષે વાંકાનેર પાસેના મચ્છુ-૧ ડેમથી આજી ડેમ નજીકના ભાવનગર રોડ પર ત્રંબા પાસે સુધી ૩૦ કિ.મી.ની ૩૦૦૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈન નાંખવામાં આવી છે જેનું લોકાર્પણ ગત જૂન-૨૦૧૭માં કરાયું હતું. લોકાર્પણ વખતે તથા ગત ફેબુ્રઆરી બાદ હવે ત્રીજી વખત આ યોજનાથી ડેમમાં પાણી ઠાલવવા પમ્પીંગ કરાશે. જો કે મનપાના સત્તાધીશોએ તો ત્રીજી વખતમાંય પહેલી વખત જેવો હરખ વ્યક્ત કરી મુખ્યમંત્રીને આભાર માન્યો છે.

આ વખતે કૂલ ૯૨૫ એમ.સી.એફટી.ની સંગ્રહક્ષમતા ધરાવતા આજી-૧માં આશરે ૨૭ ટકા જળસંગ્રહ છે અને ડેમમાંથી દૈનિક ૧૧.૫૦ કરોડ લિટર પાણીનો ઉપાડ કરાય છે તે મૂજબ એક માસ પછી પાણીનો ઉપાડ ઘટી જતા પાણી વિતરણમાં મૂશ્કેલી સર્જાય તેમ છે તેવો અહેવાલ મનપાના વોટરવર્ક્સના કાર્યપાલક એન્જિનિયર વી.સી.રાજ્યગુરુએ મ્યુનિ.કમિશનરને આપ્યો હતો. હાલ ભારે વરસાદની કોઈ આગાહી નથી તે સહિતના મુદ્દા ઈજનેરે ધ્યાને લીધા હતા.

આ અન્વયે મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાની, ભાજપના અગ્રણી નિતીન ભારદ્વાજ વગેરે ગાંધીનગર મુખ્યમંત્રી પાસે ગયા હતા અને અન્ય મુદ્દા સાથે આ અંગે રજૂઆત કરતા ગઈકાલે જ રાજ્ય સરકારે આજી-૧માં ૭૩૫ એમ.સી.એફટી. પાણી ઠાલવીને તે ભરી દેવા નિર્ણય લીધો હતો. આજે બપોરે પમ્પીંગ શરુકરી દેવાયું છે અને આવતીકાલે પાણી આજી ડેમે પહોંચી જશે તેમ કમિશનરે જણાવ્યું છે.

જો કે આજીમાં પાણી ઠાલવવા મચ્છુ-૧ પાસે હાલ એક પંપ જ ચાલુ કર્યાનું જણાવાયું છે. આથી રોજ સરેરાશ ૧૦ એમ.સી.એફટી. લેખે આશરે અઢી મહિને આજી ડેમ ભરાશે. વળી, ડેમમાં ૫૫ ટકા જેટલો ઈવોપરેશન સીપેજ લોસ (બાષ્પીભવન ગળતર વ્યય) હોય પચાસ-સાઠ એમ.સી.એફટી.પાણી એ રીતે ઓછું થઈ જશે.