Home » Gujarat » સોમનાથમાં શ્રાવણ માસના છેલ્લા દિવસે એક લાખ ભાવિકો ઉમટયા

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
8 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
9 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

સોમનાથમાં શ્રાવણ માસના છેલ્લા દિવસે એક લાખ ભાવિકો ઉમટયા

– સૌરાષ્ટ્રમાં ભગવાન શિવની આરાધના સાથે પવિત્ર શ્રાવણ માસની વિદાય

વેરાવળ- શ્રાવણ માસના આજે અંતિમ દિવસે પ્રભાસ પાટણ શિવ ભક્તિના રંગે રંગાયું  હતું. સોમનાથ દાદાના દર્શન માટે ભાવિકો ઉમટી પડયા હતાં. ૧ લાખથી વધુ  ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિર સળંગ ૧૮ કલાક દર્શનાર્થે ખુલ્લું રહ્યું હતું. દર્શન માટે લાંબી કતારો સવારથી સાંજ સુધી લાગી હતી. દિવસભર મંદિર સંકુલ  ભાવિકોના હર હર મહાદેવના નાદથી ગુંજતું રહ્યું હતું.

સોમનાથ શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભાવિકો સવારે ૪ વાગ્યાથી ભોળાનાથ ને શિશ નમાવવા ઉમટી પડેલ હતાં. ૧૮ કલાક સુધી મંદિર ખુલ્લું રહેલ હતું. શ્રાવણ માસ છેલ્લા દિવસ હોવાથી વ્હેલી સવારે ૪ વાગ્યે મંદિર ખુલેલ સવારે ૬ કલાકે મહાપુજન પ્રારંભ થયો હતો.

સવારે ૭ કલાકે આરતી, સવારે ૭.૩૦ કલાકે સવાલક્ષ બિલ્વાર્ચનો પ્રારંભ થયો હતો. સવારે ૧૧ વાગ્યે મધ્યાન્હમહાપુજા અભિષેક જયારે બપોરે ૧૨ વાગ્યે મધ્યાન આરતી યોજાઈ હતી. સાંજે ૫ કલાકે સોમનાથ મહાત્મ્ય દર્શન તતા અન્નકુટ, સાંજે ૭ કલાકે શાંયઆરતી. માં ભાવિકો ઉમટી પડયા હતાં. રાત્રે ૧૦ કલાકે મંદિર બંધથયું હતું.

આખા શ્રાવણ માસ દરમિયાન ૯૫ જેટલી સવા લક્ષ બિલ્વ પૂજા યોજાઈ હતી. આખો દિવસ ભાવિકોના અવિરત ધસારાથી મંદિર સંકુલ ધમધમતું રહ્યું હતું. અને હર હર મહાદેવનો નાદ ગુંજતો રહ્યો હતો.

સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલમાં શ્રાવણ માસની વિદાય સાથે શિવભક્તિના ઠેરઠેર દિવ્ય દર્શન યોજાયા હતાં. ભગવાન ભોળાનાથની આરાધના સાથે શ્રાવણ માસને વિદાય અપાઈ હતી. ભાદરવી અમાસ નિમિતે પિતૃપુજનના કાર્યક્રમોને લીધે પણ સર્વત્ર ભાવસભર માહોલ જોવા મળ્યો હતો.