Home » Gujarat » Bhuj » માનગઢ ટીંબામાં ગર્ભવતી મહિલાની હત્યામાં 5 આરોપીને આજીવન કેદ

News timeline

Delhi
19 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
21 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
30 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
33 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
36 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
38 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
39 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
41 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

માનગઢ ટીંબામાં ગર્ભવતી મહિલાની હત્યામાં 5 આરોપીને આજીવન કેદ

– આડાસંબંધના મુદ્દે એક પરિવારે બીજા પર પાંચ વર્ષ પહેલા ખુની હુમલો કરેલો

– પરિણીતા પર દેશી તમંચા વડે ફાયરીંગ કરાતા ગર્ભના શીશુંનું પણ કરૂણ મોત નિપજ્યું હતું

ગાંધીધામ- રાપર તાલુકાના માનગઢ ખાતે પાંચેક વર્ષ પૂર્વે એક પરિવાર દ્વારા બીજા પરિવાર પર કરાયેલા ખુની હુમલામાં અંજારની કોર્ટ દ્વારા પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આડા સંબંધોના મુદે એક પરિવારે હથીયારો વડે હુમલો કરી તમંચાના ભડાકે એક ગર્ભવતી મહિલાની હત્યા કરી નાંખવામાં આવી હતી. માતાના પેટમાં નવમાસ શિશુનુ પણ મોત થયું હતું.

આ અંગે સરકારી વકીલ આશિષ પંડયાએ કહ્યું હતું કે,રાપરના માનગઢ ખાતે ગત તાફ૧૦/૬/૨૦૧૩ના આ ખુની હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી કાનજી બાબુ કોલી, તેના ભાઈઓ, કાકા તથા ભાઈની પત્ની પર ધારીયા અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભાઈની પત્ની ચકુબેન રાજુભાઈ કોલીના લગ્ન બારેક મહિના પહેલા જ થયા હતા. જેના પેટમાં ત્યારે નવ માસનો ગર્ભ હતો.

ત્યારે આ ચકુબેનના પેટ પર આરોપી દ્વારા દેશી તમંચા વડે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેના પગલે ચકુબેનનુ સ્થળ પર જ મોત થયું હતું. પેટમાં રહેલા શીશુ પણ આ દુનિયામાં આવે તે પહેલા જ મોતને ભેટયો હતો. પરિવારના અન્ય સભ્યો પર પણ હથીયારો વડે ધાતમ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસ અંજાર પાંચમાં અધિક સેસન્સ જજ ડી.એમ.પંચાલની કોર્ટમાં ચાલી ગયો હતો.

કોર્ટ દ્વારા આરોપીઓ માદેવા પોપટ કોલી, દિવાળીબેન માદેવા કોલી, દેવા બાબુ કોલી, હિરા બાબુ કોલી, રાયધણ રવા કોલી (તમામ માનગઢટીંબા)ને કસુરવાર ઠેરવ્યા હતા. આ તમામ આરોપીઓને આજીવન કેદની સજા તથા જુદા-જુદા કલમો અંગે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ફરિયાદીના ભાઈનો આરોપી માદેવાની પુત્રી સાથે આડો સંબંધ હોવાના મુદે આ હત્યા કરવામાં આવી હતી.