Home » Gujarat » Ahmedabad » આણંદમાં બિલ્ડરના પુત્રના અપહરણના પ્રયાસથી ચકચાર

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

આણંદમાં બિલ્ડરના પુત્રના અપહરણના પ્રયાસથી ચકચાર

– પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી

આણંદ- આણંદ પાસેના વિદ્યાનગરના પપ્પાજી માર્ગ ઉપર આવેલ એક બહુમાળી ઈમારતમાં ઓફિસ ધરાવતા શ્રીરામ બિલ્ડર્સના માલિક ધીરૂભાઈ પટેલનો પુત્ર મિહીર ઉર્ફે ભયલુ ગત રાત્રિના લગભગ ૮ઃ૦૦ કલાકના સુમારે પોતાની ઈનોવા કારમાં સવાર થઈને ઓફિસથી પોતાના બંગલા ખાતે જવા નીકળ્યો હતો. દરમ્યાન નાના બજાર સ્થિત તેઓના બંગલા ખાતે તેઓએ કાર થંભાવતા પાછળથી મોટરસાયકલ પર સવાર એક શખ્શ આવી ચઢ્યો હતો અને આ શખ્શે પોતાનું મોટરસાયકલ ઈનોવા કાર સાથે અથડાવ્યું હતું.

જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમ્યાન એક મરૂન કલરની હોન્ડાસીટી કાર પાછળથી આવી ચઢી હતી અને તેમાં સવાર ત્રણ શખ્શો મોઢા ઉપર રૂમાલ બાંધીને નીચે ઉતર્યા હતા. જ્યારે કારનો ચાલક સીટ ઉપર જ બેસી રહ્યો હતો. આ ત્રણ શખ્શોએ મિહીરને પકડીને ગાડીમાં ધકેલવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ શરીરે હૃષ્ટ-પૃષ્ટ મિહીરે પ્રતિકાર કરતા તેને જમણાં હાથે ઈજાઓ પણ પહોંચી હતી. દરમ્યાન મોટરસાયકલ ચાલક દ્વારા અંદર નાખો… અંદર નાંખો… તેમ ગુજરાતીમાં સુચના પણ અપાઈ હતી. જો કે આ ઝપાઝપીમાં મહિરી નીચે પડી જતાં તેણે બુમાબુમ કરી મુકી હતી. જેથી નિવાસ સ્થાનની આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જેથી મોટરસાયકલ ચાલક તેમજ કારમાં સવાર શખ્શો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. દરમ્યાન આ ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને થતાં ડીવાયએસપી બી.ડી.જાડેજા, પી.આઈ.સીમ્પી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અપહરણના નિષ્ફળ પ્રયાસના બનાવ અંગે તુરંત જ શહેરથી બહાર જતા માર્ગો પર નાકાબંધી કરાવી તપાસ હાથ ધરી હતી. જો કે મોડી રાત સુધી કંઈ હાથ લાગ્યુ ન હતુ.