Home » Gujarat » જાફરાબાદમાં તળાવમાં ડૂબી જતાં બે બહેનો સહિત 3 બાળાનાં મોત

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

જાફરાબાદમાં તળાવમાં ડૂબી જતાં બે બહેનો સહિત 3 બાળાનાં મોત

શાળામાં રજા પડતા ત્રણેય બાળાઓ ન્હાવાની મજા માણવા તળાવે ગઇ

રાજુલા- જાફરાબાદ તાલુકાના બલાણા ગામની બે સગી બહેનો સહિત ત્રણ બાળાઓનાં ગામનાં પાદરમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી કરૃણ મોત નિપજતાં નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળેલું હતું.

જાફરાબાદ તાલુકાનાં બલાણા ગામે આવેલી પ્રાથમિક શાળામાં સરકારનો સેવા સેતુનો કાર્યક્રમ હોવાથી બપોરના સમયે સ્કૂલમાં રજા પાડી દેવામાં આવી હતી. જેથી ત્રણ બાળાઓ ઘરે જવાનાં બદલે ગામના પાદરમાં આવેલા તળાવમાં ન્હાવા પહોંચી ગઇ હતી. જયાં ત્રણેય બાળાઓ એક – બીજાને બચાવવામાં ઉંડા પાણીમાં ગરક થઇ ગઇ હતી.

કરૃણ ઘટનામાં મોહનભાઇ સોમાભાઇ પરમારની મોટી પુત્રી દિપીકા (ઉ.વ. ૧૨), નાની પુત્રી (ઉ.વ. ૯) તેમજ લાખાભાઇ પુનાભાઇ બાંભણીયાની પુત્રી – મંજુલા (ઉ.વ. ૯)નાં ઉંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજેલા હતા. પાણીમાં ડૂબી જવાથી સર્જાયેલી કરૃણાંતિકાની જાણ જાફરાબાદ મરીન પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી જઇ તરવૈયાઓ દ્વારા ત્રણેય બાળાઓની લાશ બહાર કાઢી જાફરાબાદ દવાખાને પી.એમ. અર્થે ખસેડી હતી.

ત્રણેય બાળાઓ બલાણા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી અને બપોરે તળાવમાં ન્હાવા ગઇ હતી. જેમાં પ્રથમ એક બાળા ડૂબવા લાગતા તેને બચાવવા જતાં એક બાદ એક બીજી બન્ને બાળા પણ ઊંડા પાણીમાં ગરક થઇ જતાં ત્રણેયનાં મોત નિપજ્યા હતા. આ બનાવથી નાના એવા બલાણા ગામમાં અરેરાટી સાથે શોકનું મોજું પ્રસરી ગયુ ંહતું. બનાવ બાદ મામલતદાર પણ બનાવ સ્થળે દોડી ગયા હતા.