Home » Gujarat » દાહોદના ઉદ્યોગપતિ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી દલાલ ફરાર

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
5 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
5 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
6 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

દાહોદના ઉદ્યોગપતિ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી દલાલ ફરાર

દાહોદ- દાહોદમાં રહેતા અને દેલસર મુકામે પોતાની અરિહંત દાલ મિલના ઉદ્યોગપતિ પ્રસન્નચંદ ઇન્દરચંદ જૈન (ઉ.વ.૬૪) સવારના નવ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ દેલસર મુકામે પોતાની અરિહંત દાલ મિલમાં હાજર હતા, તે સમયે એક વ્યક્તિ બાઇક ઉપર ઘસી આવી હતી અને બાઇક મિલના કંમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. તે સમયે પ્રસન્નચંદ ઓફિસની બહાર ઉભા હતા ત્યારે પાછળથી ઘસી આવેલી વ્યક્તિએ રિવોલ્વર વડે પ્રસન્નચંદ જૈન ઉપર એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મિલના કામદારો ફાયરિંગનો અવાજ સાંભળી એક ક્ષણે હેબતાઇ ગયા હતા અને તે તરફ દોડી ગયા જો કે તે પહેલા  હુમલાખોર ફાયરિંગ કરી પોતાની બાઇક લઇ નાસી જવામાં સફળ રહ્યો હતો.

પ્રસન્નચંદ જૈનને લોહીંથી લથપથ હાલતમાં જોતા કામદારોએ આ બનાવની જાણ પરિવારજનોને કરતા તેઓ મિલ ખાતે પહોંચી ગયા હતા અને શહેરની ભરપોડા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. પ્રસન્નચંદને એક પગના ભાગે, એક ઘુંટણના ભાગે, એક જાંઘ ઉપર અને એક છાતીના નીચેના ભાગે એમ ચાર ગોળીઓ વાગી હતી. ડોક્ટરોએ પગ, ઘુંટણ અને જાંઘની ગોળીઓ કાઢી નાંખી હતી, પરંતુ છાતીની નીચેના ભાગે જે ગળી વાગી હતી તેની ગંભીરતનાને ધ્યાનમાં રાખી વધુ સારવાર માટે તાબડતોબ વડોદરા ખાતે રીફર કરાયા હતાં.