Home » Gujarat » દિગંબર જૈન સમાજના ૯૩ વર્ષના સાધ્વીજીએ વડોદરામાં સંથારાનો લીધો

News timeline

Canada
17 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
1 day ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

દિગંબર જૈન સમાજના ૯૩ વર્ષના સાધ્વીજીએ વડોદરામાં સંથારાનો લીધો

સમા સાવલી રોડ પર સન્મતીપાર્કમાં ચાતુર્માસ કરી રહ્યા હતા

વડોદરા- વડોદરાના સમા સાવલી રોડ પર આવેલા સન્મતીપાર્કમાં ચાતુર્માસ માટે બિરાજમાન દિગંબર જૈન સમાજના સાધ્વીજીએ આજે સવારે યમ સંલ્લેના (સંથારો) લેવાનો નિર્ણય લઇને અન્ન જળનો ત્યાગ કરી દીધો છે. આ વાત વાયુવેગ દેશભરમાં ફેલાતા દેશના ખુણે ખુણેથી દિગંબર સમાજના લોકો વડોદરા આવવા નિકળી ગયા છે સાંજ સુધીમાં રાજ્યભરમાંથી ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી એક હજારથી વધુ લોકો આવી પહોચ્યા હતા.

પ. પૂ. તપસ્વી સમ્રાટ આચાર્ય સન્મતી સાગરજી મહારાજના શિષ્યા આર્યિકા શુભમતી માતાજી ૧૦ સાધ્વીજીના સંઘ સાથે વડોદરામાં સન્મતીપાર્ક ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. આ દરમિયાન આજે સવારે ૯૩ વર્ષના સાધ્વીજી સમૃધ્ધીમતી માતાજીને આર્યિકા દિક્ષા આપવામાં આવી હતી જે બાદ તેઓએ યમ સંલ્લેખના(સંથારો)ની ઇચ્છા જાહેર કરતા ગુરૃ આર્યિકા શુભમતી માતાજીએ તેમને અનુમતી આપી હતી જે બાદ આજે સવારે ૧૦ વાગ્યાથી સમૃધ્ધીમતી માતાજીએ અન્ન જળનો ત્યાગ કરેલો છે.

આ અંગે વધુ વાત કરતા દિગંબર જૈન સમાજના રાકેશ જૈને કહ્યું હતું કે શુક્રવારથી દિગંબર સમાજનો પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે આજે પર્યુષણનો બીજો દિવસ છે અને પર્યુષણ દરમિયાન કોઇ દિગંબર સાધુ સાધ્વીજી ભગવંતોએ સંથારો લીધો હોય તેવી ગુજરાતમાં આ પહેલી ઘટના છે. માતાજીએ સંથારાનો નિર્ણય લઇને મોક્ષ માર્ગ તરફ ગતી કરી છે.