Home » Gujarat » Ahmedabad » ચાર્જ ફ્રેમિંગથી બચવા હાર્દિક સહિતના આરોપીઓ વારાફરતી ગેરહાજર રહે છે : સરકાર

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

ચાર્જ ફ્રેમિંગથી બચવા હાર્દિક સહિતના આરોપીઓ વારાફરતી ગેરહાજર રહે છે : સરકાર

ભડકાઉ ભાષણ આપવા બદલ નોંધાયેલા રાજદ્રોહ કેસનો મામલો

હાર્દિક હાજર પરંતુ દિનેશ ગેરહાજર રહેતા ફરી મુદ્દત પડી

અમદાવાદ- અમદાવાદ અને સુરતમાં ભડકાઉ ભાષણ આપવા બદલ નોંધાયેલા કેસની આજની સુનાવણીમાં સેશન્સ કોર્ટ સમક્ષ સરકારે આક્ષેપ કર્યો હતો કે કેસના ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા પાછી ઠેલાતી રહે તે માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીન હાર્દિક પટે, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા વારાફરતી ગેરહાજર રહે છે. છેલ્લી કેટલીક સુનાવણીઓમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતો હતો અને ચિરાગ અને દિનેશ હાજર રહેતા હતા. આજની સુનાવણીમાં હાર્દિક અને ચિરાગ હાજર રહ્યા હતા જ્યારે દિનેશ બાંભણિયા ગેરહાજર રહ્યો હતો.

હાર્દિક તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી હાઈકોર્ટમાં થઈ ચૂકી છે. જેની સંભવિત સુનાવણી નવમી ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. તેથી તેને વધુ એક મુદત આપવામાં આવે. સરકારી વકીલની રજૂઆત હતી કે ચાર્જ ફ્રેમિંગ ટાળવા આરોપીઓ વારંવાર કોઈ બહાનું કરી ગેરહાજર રહે છે. અગાઉ તેઓ બાંહેધરી આપી ચૂક્યા છે કે તેઓ વધારે મુદ્દતની માગણી નહીં કરે, છતાં પણ દરેક સુનાવણીમાં મુદ્દતની માગણી કરવામાં આવે છે. સુનાવણીમાં જે આરોપી હાજર હોય તેના વિરૃધ્ધ ચાર્જ ફ્રેમ કરવાની માગણી સરકાર તરફથી કરવામાં આવી છે. હાર્દિકની માગણીને ધ્યાનમાં રાખી કોર્ટે આગામી સુનાવણી ૧૨મી ઓક્ટોબરના રોજ મુકરર કરી છે.