Home » Gujarat » ભરુચથી કેનેડા ડ્રગ્સ મોકલવાના રેકેટનો પર્દાફાશ

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
1 day ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ભરુચથી કેનેડા ડ્રગ્સ મોકલવાના રેકેટનો પર્દાફાશ

ભરુચ એસઓજીએ બે શખ્સોની ધરપકડ કરી

ભરુચ ઃ કરોડો રૂપિયાની ડ્રગ્સની કેપ્સુલ અને ટેબ્લેટ સાથે ભરુચ એસઓજીએ બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ શખ્સો પોસ્ટ માફરતો ડ્રગ્સનો જથ્થો કેનેડા મોકલતા હોવાનું ખુલ્યું છે.

ભરુચ લાલબજાર Âસ્થતિ હેડ પોસ્ટ ઓફિસ ખાતે મનુબરનો જ રાહુલ નરસિંહ પરમાર કેનેડાનું પાર્સલ કરવા આવતાં જ પોલીસે તેની પુછપરછ કરતાં તેણે મનુબરનોજ રીઝવાન ઈંટવાલાએ મોકલ્યો હોવાનું તથા પાર્સલમાં શું છે તે ખબર ન હોવાનું કહ્યું હતુ. આ બાદ રાહુલ સાથે રાખી પોલીસે મનબુર ધસી જઈ રીઝવાનને પકડી પાડ્યો હતો. રીઝવાનની પુછપરછ કરાતાં પાર્સલમાં ડ્રગ્સ હોવાનું તેણે જણાવ્યું હતુ. આ સાથે જ મનબુર સ્થીત ઘરની ટાંકીમાં ડ્રગ્સનો વધુ જથ્થો હોવાની પણ કબૂલાત થતાં પોલીસે તે શોધી કાઢી કબજે લીધો હતો.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં મનબુરના રિઝવાન ઈંટાવાલા પાસે કુરિયરમાં દીલ્હીથી ડ્રગ્સનો જથ્થો આવતો હોવાનું અને તે પોસ્ટના માધ્યમથી કેનેડાના ટોરન્ટોમાં રહેતા રિઝવાનના ભાઈ ઈમરાન ઈંટવાલાને મોકલવામાં આવતો હોવાનું બહાર આવતાં પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે ડ્રગ્સની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે સાથે જ કયું ડ્રગ્સ છે તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

દીલ્હીથી આ ડ્રગ્સ કોણ મોકલી રહ્યું હતુ તે દીશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ભરુચના મનુબર ખાતે રહેતાં અને ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય કારોબારમાં સપડાયેલા રિઝવાન ઈંટાવાલા શીફા, આબાદ નગર, ભરુચના સબર પ્લાઝામાં આલ્ફા ઈન્ટરનેશનલ કુરિયર એન્ડ પાર્સલ સર્વિસ ચલાવે છે. જયાંથી યુકે, સાઉથ આફ્રિકા તથા ઝાંબીયા સહિતના દેશોમાં પાર્સલની સર્વિસ અપાય છે.