Home » Breaking News » માંડવીના દરિયામાં ગણેશ વિસર્જન કરવા ગયેલા માધાપરના ૩ યુવાનો ડૂબ્યા

News timeline

Delhi
18 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

માંડવીના દરિયામાં ગણેશ વિસર્જન કરવા ગયેલા માધાપરના ૩ યુવાનો ડૂબ્યા

– પિતા-પુત્રને ઉગારી લેવાયા, એકનો મોડી રાત સુધી પત્તો ન મળ્યો

માંડવી- ગણપતિ મહોત્સવ આખરી તબક્કામાં છે ત્યારે જુદા જુદા મંડળો પણ ગણેશની પ્રતિમાઓ વિસર્જીત કરવા લાગ્યા છે તો ઘરે સૃથાપેલા ગજાનનને પણ વિદાય અપાઈ રહી છે. માંડવીમાં વિન્ડફાર્મ બિચ પર વિસર્જન વચ્ચે સોમવારે રાત્રે દરિયામાં ત્રણ જણા ડુબી ગયા હતા.

પિતા-પુત્રને ત્યારે જ બચાવી લેવાયા હતા જ્યારે એકનો રાત્રી સુાધી પત્તો લાગ્યા ન હતો. ભુજ તાલુકાના માધાપરાથી માંડવીના વિન્ડફાર્મ બિચ પર ગયેલા એક જ પરિવારના સભ્યો દરિયામાં રાત્રે નવ વાગ્યાના અરસામાં ન્હાવા પડયા હતા. જોત જોતામાં ત્રણેય સભ્યો ડૂબવા લાગ્યા હતા. તેમાંથી કોઈએ બૂમા બૂમ કરતા આસપાસના લોકોએ દરિયામાં કુદીને નરેન્દ્ર જેન્તીલાલ સલાટ (ઉ.વ.૫૦), સચિન નરેન્દ્ર સલાટ (ઉ.વ.૨૩)ને બચાવીને તાત્કાલીક માંડવીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

જ્યાં તબિબોએ સારવાર આપીને ચિંતામુક્ત જાહેર કર્યા હતા. બાકીના એક જણને રાત્રે શોધવાના પ્રયાસો કરાયા હતા.  ડુબતા લોકોને બહાર કાઢનાર ચેતનભાઈએ જણાવ્યું હતું કે, માંડવી બિચ પર જ્યાં અંતિમક્રિયા કરવામાં આવે છે તેની સામેના ભાગના દરિયામાં ખાડો છે. જ્યાં અવાર-નવાર અંદર ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે. જો કે, ધ્યાનમાં આવે તો ડૂબનારને બચાવી શકાતા હોય છે.