Home » Gujarat » Ahmedabad » અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

News timeline

India
23 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

અમદાવાદ- શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. ૨૫ સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહામેળા દરમિયાન લાખો ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવશે. પગપાળા સંઘોનું પણ સોમવારથી જ અંબાજીમાં આગમન શરૃ થઇ ગયું છે. અંબાજી સુધીના તમામ માર્ગો હાલ ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા છે.

અંબાજીના મહામેળામાં ગત વર્ષે ૨૬.૭૩ લાખ યાત્રાળુઓએ મા અંબાના દરબારમાં માથું ટેકવીને ધન્યતા અનુભવી હતી. ગત વર્ષની સરખામણીએ આ વખતે ૨૮ લાખથી વધુ યાત્રાળુઓ ભાદરવી પૂનમના મહામેળા વખતે અંબાજી આવે તેમ મનાઇ રહ્યું છે.  અંબાજી ખાતે મંદિર પરિસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે.

મહામેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં માટે અંબાજીના વિવિધ માર્ગોના ૨૨ વિભાગ પાડીને ૬૦૯ પોઇન્ટ્સ મૂકાયા છે તેમજ ૧૫૦ રૃટ પર પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઇ છે. અંબાજીમાં ૨૭ વોચ ટાવર, ૭ કન્ટ્રોલરૃમ, ઘોડેસવાર, પેટ્રોલિંગ-ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.

આ મહામેળાનું જીવંત પ્રસારણ અંબાજીમાં ૨૪ કલાકમાં કોઇ પણ સ્થાનેથી નીહાળી શકાય માટે અંબાજીના વિવિધ વિસ્તારોમાં ૧૨ એલઇડી, ૩૦ ટેલિવિઝન સેટ મૂકાયા છે. જેના દ્વારા યાત્રાળુઓ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નીહાળી શકશે. વિવિધ પગપાળા સંઘોનું આગમન થઇ ચૂક્યું છે. જેમાં અમદાવાદમાંથી છેલ્લા ૧૭૯ વર્ષથી નીકળતા લાલ દંડાવાળા પગપળા સંઘે મહેસાણા વટાવ્યું છે. સ્વાઇન ફ્લૂ ધીરે-ધીરે માથું ઉંચકી રહ્યો છે. જેના પગલે પગપાળા સંઘના કેમ્પ તેમજ અંબાજીમાં પણ સ્વચ્છતાની પૂરતી તકેદારી પણ રાખવામાં આવી છે.