Home » Gujarat » Bhuj » કચ્છમાં મઢ આવવા દેશભરમાંથી પદયાત્રીઓનો પ્રવાહ શરૂ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

કચ્છમાં મઢ આવવા દેશભરમાંથી પદયાત્રીઓનો પ્રવાહ શરૂ

ભુજ: કચ્છના પ્રવેશદ્વાર સમા સૂરજબારીથી શરૂ કરીને છેક લખપત તાલુકાના માતાના મઢ સુધી પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઇ ચૂક્યો છે, આશાપુરી ધૂપની મહેકે કચ્છ પર ચોમેર સુગંધ પ્રસરાવી શરૂ કરી છે અને પદયાત્રી સેવા કેમ્પો ધમધમવા મંડ્યા છે જે દર્શાવે છે કે નવરાત્રિના તહેવારો આવી પહોંચ્યા છે. નવરાત્રિ પૂર્વે કચ્છમાં પણ ઇથિનીક વસ્ત્રો એટલે કે પ્રણાલીગત વસ્ત્રોનું વેચાણ શરૂ થયું છે.

ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના શહેરો જેવા કે સુરત, અમદાવાદ અને જામનગરથી કચ્છ સુધી પહોંચી આવેલા આવા તૈયાર વસ્ત્રોએ સ્થાનિક હસ્તકળા કારીગરીની દુકાનોના વેપારીઓને ગંભીર અસર કરી છે. ભુજના મોટાબંધ નજીકના વિસ્તારમાં ચણિયા-ચોળી, આભલા ભરેલા કેડિયાં, ડિઝાઈનર ઝભ્ભા, નાની બાળાના ભરચક ભરતકામવાળા પોષાકોના ઢગલે ઢગલા રોડ-સાઈડ હંગામી દુકાનોમાં જોવા મળી રહ્યા છે. અહીં રૂપિયા 300 થી 8000 સુધીની કિંમતના આવાં નવરાત્રિ સ્પેશિયલ વસ્ત્રોની હાટડીઓ મંડાઈ છે જ્યાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે જેની અસર ભુજની પ્રણાલીગત બજારો પર પડવા પામી છે.