Home » Breaking News » લવાછામાં ઉદ્યોગપતિ પર હુમલો કરાતાં ચકચાર

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
18 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
18 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
21 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
21 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

લવાછામાં ઉદ્યોગપતિ પર હુમલો કરાતાં ચકચાર

હુમલાખોરોએ કારને આંતરી તોડફોડ કરી

વાપીઃ લવાછા ગામે પોતાના ઓડી કારમાં સેલવાસ તરફ જતા ઉદ્યોગપતિની કારને આંતરી બે ર્સ્કોિપયોમાં આવેલા નકાબપોશ હુમલાખોરોએ કારનાં કાંચનો ભૂકો બોલાવી દીધો હતો. આ ઉપરાંત ઉદ્યોગકારને બહાર કાઢી ઢોર માર મારી અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા.

દમણના રીંગણવાડા ખાતે આવેલી મની મોર ઇન્ડસ્ટ્રીઝનાં ઉદ્યોગકાર અને સેલવાસા ઇન્ડસ્ટ્રીઝ એસો.નાં પ્રમુખ અજીત યાદવનાં પુત્ર મની યાદવ સોમવારે પોતાની ઓડી કાર નંબર ડીએન-૦૯-એચ-૧૦૦માં દમણથી સેલવાસ તરફ જઈ રહ્યા હતા. ત્યારે વાપી તાલુકાનાં લવાછા ગામે વાપી- સેલવાસ રોડ ઉપર તેમની કારને બે ર્સ્કોિપયોમાં આવેલા નકાબપોશ હુમલાખોરાએ રોકીને લાકડા તથા હોકી બેટ જેવા સાધનોથી કારના તમામ કાચનો ભૂક્કો બોલાવી નાંખ્યો હતો.

જે બાદ તે શખ્સોએ મની યાદવને કારની બહાર ખેચી ઢોર માર મારી હાથના ભાગે તથા શરીરે ઇજા પહોચાડી લોહી લુહાણ કરી નાંખ્યા હતા. હુમલાની ઘટનાને અંજામ આપી તે શખ્સો તરત જ નાસી છૂટયા હતાં.

જયારે ઘવાયેલા મની યાદવને પ્રથમ સેલવાસ વિનોબા ભાવે સીવીલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વાપી હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરાયા હતાં. સોમવારે સાંજે બનેલી આ ઘટનામાં ડુંગરા પોલીસ દોડતી થઇ હતી. જો કે આ ઘટનામાં કેટલા હુમલાખોરો હતા ? તેમનો હુમલા પાછળ શુ ઇરાદો હતો ? તેવા સવાલો અંગે પોલીસ મોડી સાંજ સુધી કોઇ સ્પષ્ટતા કરી શકી નહોતી.