Home » Gujarat » કેનેડામાં નોકરીની લાલચ આપી ૧૩ યુવકો સાથે ૩૪ લાખનું ફ્રોડ

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

કેનેડામાં નોકરીની લાલચ આપી ૧૩ યુવકો સાથે ૩૪ લાખનું ફ્રોડ

અડાજણ પોલીસે અમદાવાદના પટેલ દંપતીની કરી ધરપકડ 

સુરત-  અડાજણમાં હનીપાર્ક ચારરસ્તા ખાતે સુરભી ડેરીની સામે ગાર્ડન વ્યુ કોમ્પલેક્સમાં રહેતા કેનિલ જયેશભાઇ પંજાબી (૨૯) વરાછાની ડાયમંડ કંપનીમાં હાર્ડવેર એન્જિનિયર તરીકે જોબ કરે છે. કેનિલનો સ્કૂલમાં સાથે ભણતા યશ દિપેનભાઇ પટેલ (ઉ.વ.૨૯, રહે- તિરુપતિ આકૃતિ ગ્રીન, એસજી હાઇવેની બાજુમાં, છારોલી ગામ, અમદાવાદ- મુળ ઉર્િમ સોસાયટી, અલકાપુરી, વડોદરા) સાથે સંપર્ક થયો હતો.

યશે વાતોમાં ભોળવી કેનિલને કેનેડામાં ઊંચા આકર્ષક પગારે નોકરીની લાલચ આપી હતી. જેથી ૧૩ વ્યક્તિઓએ ડોક્યુમેન્ટ ઉપરાંત ૩૩.૪૪ લાખ જમા કરાવ્યા હતા. પરંતુ કેનેડા મોકલવાના બહાને ઉલ્લુ બનાવ્યા હતા. જેથી ભોગ બનનારા ૧૩ યુવકો પૈકી કેનિલ પંજાબીએ ફરિયાદ આપતા અડાજણ પોલીસે ચીટિંગનો ગુનો નોંધી યશ દિપેન પટેલ અને તેમના પત્ની વૃંદા યશ પટેલ (બંને રહે- અમદાવાદ)ની ધરપકડ કરી ૧ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી હતી.

અન્ય બનાવમાં મહિધરપુરામાં સર્વોદય હોસ્પિટલની સામે હરિપુરા-પીરછડી રોડ પર રહેતા ડેનિસ યોગેશભાઇ નાવડીવાલા (૨૬)એ પિતાના કારખાનાની બાજુમાં સ્પેરપાર્ટ્સનો બિઝનેસ કરતા વેપારીના પુત્ર અક્ષય પંકજભાઇ ગાંધીએ મલેશિયામાં સુપરવાઇઝર તરીકેની નોકરીની સ્કીમ આપી હતી. લલચાયેલા ડેનિસે જરૃરી ડોક્યુમેન્ટ્સ આપવા સાથે ૭૦ હજાર અને પાસપોર્ટ જમા કરાવ્યો હતો. પરંતુ મલેસિયા ન લઈ જતાં નાણાંની અને પાસપોર્ટની માંગણી કરી હતી. જે આપવા માટે પણ ૪૦ હજાર માંગ્યા હતા. જેથી ડેનિશે ચોકબજાર પોલીસ મથકમાં અક્ષય ગાંધી અને નોકરીના નામે ઇન્ટરવ્યુ લેનાર શાલીન શાહ (રહે- મુનલાઇટ કોમ્પલેક્સ, ક્રોસ રોડ, મેમનગર, અમદાવાદ) સામે ફરિયાદ આપી હતી.