Home » Gujarat » ઇન્દિરા બેટીજીના વિવાદિત વિલમાં સાક્ષીની સહી કરનારની પૂછતાછ થશે

News timeline

India
23 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

ઇન્દિરા બેટીજીના વિવાદિત વિલમાં સાક્ષીની સહી કરનારની પૂછતાછ થશે

બે સગીબેનો સમા અને સેજલની સાક્ષી તથા ટ્રુ કોપી કરનાર નોટરીની હાજરીમાં પૂછપરછ કરાશે

વડોદરા- વૈષ્ણવ સંપ્રદાયના સ્વ. ઇન્દિરાબેટીજીના નામની મિલકત વેચી દેવા માટે જે વિવાદીત વિલનો આધાર સંપ્રદાયની બે સગીબહેનોએ લીધો છે તે વિલમાં સાક્ષી રહેનારની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.

વૈષ્ણવ સંપ્રદાયના પૂ. ઇન્દિરાબેટીજીના અવસાન પછી તેમના નામે આવેલું માંજલપુરની સુંદરમ સોસાયટીનું મકાન વિવાદીત વિલના આધારે વેચી દેવામાં આવ્યું હતું. આ મકાનનો સોદો કરનાર વૈષ્ણવ સંપ્રદાયની બે સગી બહેનો ૧. સમા પીયૂષભાઇ શાહ (રહે. સુંદરમ સોસાયટી માંજલપુર) અને ૨. સેજલ કીરિટભાઇ દેસાઇ (રહે. સૃષ્ટિ રેસિડેન્સી અકોટા)ને ક્રાઈમ બ્રાંચે એરેસ્ટ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. આજે બંને બહેનોના રિમાન્ડ પૂરા થતા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે તા.૧-૧૧-૨૦૧૫ના વિલ બાબતે ખરાઈ કરવાની બાકી છે.

વિલમાં સાક્ષી તરીકે સહી કરનાર હેતલકુમાર પરીખ તથા ટ્રુ કોપી કરનાર નોટરીની હાજરીમાં બંને બહેનોની પૂછપરછ કરવાની છે. સ્વ. ઇન્દિરાબેટીજીના સગા સંબંધીઓની સંમતિ વગર તકરારી મકાનના તથા મથુરામાં વૃંદાવનવાળી જગ્યામાં દસ્તાવેજ કર્યો હોય તે બાબતે તપાસ કરવાની છે. સહઆરોપી ધર્મેશ મહેતાને પકડવાનો બાકી છે. કોર્ટે બંને બહેનોના વધુ રિમાન્ડ નામંજૂર કર્યા છે.

રિમાન્ડ રિજેકટ થયા પછી બંને બહેનોએ જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જે અરજી ચીફ કોર્ટે નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ આર.એ. વાણિયાબેને રજૂઆત કરી હતી.